Gujarat Assembly Election 2022: તારક મહેતાની ફેમસ અભિનેત્રીએ માંગી ભાજપની ટિકિટ, જાણો વિગતે

Gujarat Assembly Election 2022: આરતી જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે. તે સિવાય તેણે વેબ સિરીઝ 'દલ્લા' (Dalla) માં પણ જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

Gujarat Assembly Election 2022: તારક મહેતાની ફેમસ અભિનેત્રીએ માંગી ભાજપની ટિકિટ, જાણો વિગતે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટે નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. જ્યાં જિલ્લા મહિલા ભાજપ પ્રમુખ ધાર્મિષ્ઠાબેન દવે, ટીવી એક્ટ્રેસ આરતી જોશીએ દાવેદારી નોંધાવી હતી. આ સિવાય પૂર્વ મેયર મેહુલ વડોદરિયા, ડે. મેયર કુમાર શાહ, સંગઠન મહામંત્રી યોગેશ બદાણીએ દાવેદારી નોંધાવી છે. 

બીજી બાજુ આ બેઠક માટે ધારાસભ્ય વિભાવરી બેન દવેને રિપીટ કરવા ટેકેદારો માંગ કરી રહ્યા છે. એટલું જ નહી આ બેઠક માટે ઘર ઘરમાં ફ્રેમસ બનેલી ધારાવાહિક ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ આરતી જોશીએ પણ ભાજપની ટિકિટની માંગ કરી હતી. 

આરતી જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે. તે સિવાય તેણે વેબ સિરીઝ 'દલ્લા' (Dalla) માં પણ જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ સાથે અભિનેત્રી ફિલ્મ ‘સંજુ’ અને નરેન્દ્ર મોદી બાયોપિકમાં જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news