ફાઈવ સ્ટાર હોટલ જેવા આતંકી કેમ્પમાં વાયુસેનાએ આતંકીઓને ઊંઘ જ મોત આપ્યું

 ભારતે મંગળવારે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૌથી મોટા શિબિરને નષ્ટ કરી દીધું છે, જેમાં લગભગ 350 આતંકવાદી અને તેમના પ્રશિક્ષકો માર્યા ગયા છે. પાકિસ્તાને પુલવામા આતંકી હુમલા બાદ આ આતંકવાદીઓને તેમની સુરક્ષા માટે શિબિરમાં મોકલ્યા હતા. બે મિનિટથી ઓછા સમયમાં આ હુમલાને પાર પાડવામાં આવ્યો હતો. વાયુસેનાનો આ હુમલો ત્વરિત અને સટીક હતો, જેથી કેમ્પમાં કોઈને ભાગવાનો પણ મોકો મળ્યો ન હતો. 

ફાઈવ સ્ટાર હોટલ જેવા આતંકી કેમ્પમાં વાયુસેનાએ આતંકીઓને ઊંઘ જ મોત આપ્યું

નવી દિલ્હી : ભારતે મંગળવારે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૌથી મોટા શિબિરને નષ્ટ કરી દીધું છે, જેમાં લગભગ 350 આતંકવાદી અને તેમના પ્રશિક્ષકો માર્યા ગયા છે. પાકિસ્તાને પુલવામા આતંકી હુમલા બાદ આ આતંકવાદીઓને તેમની સુરક્ષા માટે શિબિરમાં મોકલ્યા હતા. બે મિનિટથી ઓછા સમયમાં આ હુમલાને પાર પાડવામાં આવ્યો હતો. વાયુસેનાનો આ હુમલો ત્વરિત અને સટીક હતો, જેથી કેમ્પમાં કોઈને ભાગવાનો પણ મોકો મળ્યો ન હતો. 

સૂત્રોએ જાણકારી આપી કે, હુમલો કોઈ સેનાના કેમ્પ પર નહિ, પણ માત્ર આતંકી કેમ્પ પર કરવામાં આવ્યો હતો અને તેને ભારત પરના હુમલા રોકવાના હેતુથી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ આતંકી કેમ્પ જંગલના એક પહાડી પર હતું અને પાંચ સિતારા રિસોર્ટ શૈલીમાં બનાવાયું હતું. તેના પગલે નિશાન કરવું સરળ થઈ ગયું હતું, તથા આતંકવાદીઓને ઊંઘમાં જ મોત મળી ગયું હતું. 

એક ખાસ માછલીની લાલચમાં ભારતીય માછીમારો પાકિસ્તાન સુધી પહોંચી જાય છે
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં રાજસ્થાનના ચરુમાં એક જનસાભામા કહ્યું હતું કે, હું દેશના લોકોને આશ્વત કરવા માંગું છું કે, દેશ સુરક્ષિતોના હાથમાં છે. દેશથી ઉપર કંઈ જ નથી. જોકે, તેમણે હુમલાનો સીધો ઉલ્લેખ નહોતો કર્યો. 

પરફેક્ટ ગુપ્ત માહિતીના આધાર પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલા વિશે સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, અમને પરફેક્ટ ગુપ્ત માહિતી મળી હતી કે, જૈશ-એ-મોહંમદ પુલવામા હુમલા બાદ ભારતમાં અન્ય આત્મઘાતી હુમલાનું ષડયંત્ર પ્લાન કરાઈ રહ્યું છે. બાર દિવસ પહેલા જ પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. 

સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સ્થિત શહેરનો હતો, જે એલઓસી રેખાથી માત્ર 80 કિલોમીટર દૂર અને એબોટાબાદની નજીક આવેલું છે. જ્યાં અમેરિકી સૈનિકોએ 2011માં અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. ગોખલેએ એ માહિતી નથી આપી કે, હુમલો કેવી રીતે કરવામાં આવ્યો, પંરતુ સૂત્રોએ જણાવ્યું કે, બોમ્બ ફેંકવા માટે 12 મિરાજ 2000 જેટ વિમાનોનો  ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અન્ય વિમાન અને બીજી પ્રણાલીઓ સામેલ હતી.

સૂત્રોએ જણાવ્યું કે, વાયુસેનાના વિમાનોએ આતંકી શિબિરોને બરબાદ કરવા માટે એક હજાર કિલોગ્રામ વજનના અનેક લેઝર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો. આ હુમલાની શરૂઆત વહેલી સવારે 3.45 કલાકે થઈ હતી, જે 4.05 મિનીટ સુધી ચાલ્યું હતું. જ્યારે કે, મુખ્ય હુમલો તો માત્ર 2 મિનીટ જ ચાલ્યો હતો. યુદ્ધક વિમાનો આ હુમલા માટે અનેક વાયુસૈનિક અડ્ડાઓથી ઉડાન ભરી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત જાગીને આખા અભિયાન પર નજર રાખી રહ્યા હતા, અને ત્યારે જ આરામ કરવા ગયા, જ્યારે ફાઈટર પ્લેન અને પાયલટ સુરક્ષિત પરત ફર્યા હતા. તેમણે સવારે ચાર વાગ્યે અભિયાનમાં સામેલ તમામ લોકોને અભિનંદન આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news