જો ભારતીય ગુપ્તચર અધિકારીઓની વાત માની હોત તો શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટથી બચી જતું

શ્રીલંકા બ્લાસ્ટ: શ્રીલંકામાં ઇસ્ટર ડે પર થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટથી કોલંબો ધણધણી ઉઠ્યું હતું. પરંતુ શ્રીલંકા સરકારે જો થોડી તકેદારી રાખી હોત તો મોટી દુર્ઘટના ટાળી શકાઇ હોત. ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ અંગે ઇનપુટ્સ પણ આપવામાં આવ્યા હતો. પરંતુ ચૂક થઇ 359 જેટલા નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા...

જો ભારતીય ગુપ્તચર અધિકારીઓની વાત માની હોત તો શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટથી બચી જતું

કોલંબોઃ ઈસ્ટરના પ્રસંગે ભારતના પડોશી દેશ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના થોડા કલાક પહેલા જ ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ શ્રીલંકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આ અંગે ચેતવણી આપી હતી. સાથે જ તેમને એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. આ ઘટનાની તમામ માહિતી ધરાવતા ત્રણ સૂત્રોએ સમાચાર એજન્સી રોઈટર્સને આ વાત જણાવી છે. 

રોઈટર્સના સમાચાર અનુસાર, શ્રીલંકાના ગુપ્તચર અધિકારીઓને ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા સંભવિત હુમલા અંગે આગોતરી જાણ કરવામાં આવી હતી. રવિવારે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મૃતકોનો આંકડો હવે 359 પર પહોંચ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે ઈસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં ત્રણ ચર્ચ અને ચાર ફાઈસ્ટાર હોટલમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં અત્યાર સુધી 359નાં મોત થયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. 

શ્રીલંકાના ગુપ્તચર અધિકારી અને ભારત સરકારના ગુપ્તચર વિભાગના એક સૂત્રએ રોઈટર્સને માહિતી આપતા જણાવ્યું કે, "ભારતીય ગુપ્તચર અધિકારીઓએ ચર્ચો પર થયેલા એક વિશેષ હુમલાની ચેતવણી આપી હતી. તેમણે હુમલાના બે કલાક પહેલા પણ શ્રીલંકાના ગુપ્તચર અધિકારીઓનો સંપર્ક કર્યો હતો." એક અન્ય શ્રીલંકાના સંરક્ષણ ક્ષેત્રના સૂત્રએ જણાવ્યું કે, હુમલાના એક કલાક પહેલા પણ ભારત તરફથી અમને ચેતવણી મળી હતી. 

શ્રીલંકાની સરકારના એક સૂત્રે વધુમાં જણાવ્યું કે, "શનિવારે રાત્રે ભારત તરફથી અમને ચેતવણી મોકલવામાં આવી હ તી. ભારત સરકારના સૂત્રએ જણાવ્યું કે, આ જ પ્રકારનો સંદેશો 4 એપ્રિલ અને 20 એપ્રિલના રોજ શ્રીલંકાના ગુપ્તચતર એજન્ટોએ પણ આપ્યા હતા."

ઉલ્લેખનીય છે કે, આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા સ્વીકારવામાં આવી છે. હુમલો કરનારા આતંકવાદીઓનો ફોટો પણ આઈએસ દ્વારા જાહેર કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news