આ ભારતીય ક્રિકેટરનો ફેન છે વોટસનનો પુત્ર, પિતાને આપ્યું ઈન્ટરવ્યૂ

વોટસને કહ્યું, હું સ્ટીફન ફ્લેમિંગ અને એમએસ ધોનીનો આભારી છું જેણે મારા પર વિશ્વાસ રાખ્યો. જો હું આ રીતે આટલા મેચોમાં રન ન બનાવી શક્યો હોત તો પહેલાની ટીમમાં ઘણા સમય પહેલા બહાર કરી દેવામાં આવ્યો હોત. 
 

આ ભારતીય ક્રિકેટરનો ફેન છે વોટસનનો પુત્ર, પિતાને આપ્યું ઈન્ટરવ્યૂ

ચેન્નઈઃ લાંબા સમયથી  ખરાબ ફોર્મમાં ચાલી રહેલા શેન વોટસને આખરે ફોર્મમાં વાપસી માટે ધઓની અને સ્ટીફન ફ્લેમિંગનો આભાર માનતા કહ્યું કે, બીજી ટીમમાં તો તેને પહેલા જ બહાર કરી દેવામાં આવ્યો હોત. 

વોટસન આઈપીએલની હાલની સિઝનમાં પ્રથમ દસ ઈનિંગમાં એકપણ અડધી સદી ન લગાવી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મંગળવારે 53 બોલમાં 96 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. 

વોટસને મેચ બાદ કહ્યું, 'હું સ્ટીફન ફ્લેમિંગ અને એમએસ ધોનીનો આભારી છું, જેણે મારા પર વિશ્વાસ રાખ્યો.' જો હું આ રીતે આટલા મેચોમાં રન ન બનાવી શક્યો હોત તો બીજી ટીમમાં મને પહેલા જ બહાર કરી દેવામાં આવ્યો હોત. 

Little William reveals his high-five buddies among the @ChennaiIPL cubs, the team's six-hitters and dad's innings on Tuesday night. By @RajalArora. #CSKvSRH

— IndianPremierLeague (@IPL) April 24, 2019

તેણે કહ્યું, સ્ટીફન ફ્લેમિંગ અને એમએસ ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો જે અદ્ભૂત હતો. હું પીએસએલથી અહીં આવ્યો છું અને પછી સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. મેં લય ગુમાવી દીધી હતી. તેણે કહ્યું, તેવામાં તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને આ સમયે ભાગ્યનો સાથ પણ જરૂરી હોય છે. 

એટલું જ નહીં મેચ બાદ વોટસને પોતાના પુત્ર વિલિયમ વોટસનનું ઈન્ટરવ્યૂ લીધું. આ ઈન્ટરવ્યૂમાં શેન વોટસને વિલિયમ વોટસનને જ્યારે પૂછ્યું કે તારો ફેવરેટ પ્લેયર કોણ છે તો જૂનિયર વોટસને કહ્યું, 'તમે'. તેના પર શેને પૂછ્યું કે, તારો બીજો કોઈ ફેવરેટ ખેલાડી છે શું, અહીં વિલિયમે કહ્યું, ધોની. જ્યારે શેને પૂછ્યું કે શું ધોની સિક્ટ ફટકારે છે ત્યારે વિલિયમે કહ્યું, 'ઓલ ટાઇમ' (હંમેશા). 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news