બોર્ડર પર મોટું ષડયંત્ર રચવાની તૈયારીમાં ચીન, ભારતની શક્તિ પારખી ગયેલા પાડોશી દેશે હિન્દી ભાષાને હથિયાર બનાવ્યું
India China Latest: ભારતીય સેનાના આકરા વલણને કારણે ચીની સેના બોર્ડરથી એક ડગલુ પણ આગળ વધી શક્તી નથી. ત્યારે ભારતની શક્તિ માપી ગયેલા ચીને હવે બીજી ચાલ ચાલી છે.
Trending Photos
India China Latest :ગત બે વર્ષથી પૂર્વીય લદ્દાખમાં 50 હજારથી વધુ સૈનિકો અને હથિયારોથી ઉભા રહેલા ભારતીય જવાનોને જોઈને ચીન બોર્ડરથી એક ડગલુ પણ આગળ વધવાની હિંમત કરી શક્યુ નથી. જેને કારણે ચીને હવે નવો પ્લાન અજમાવ્યો છે. તે પોતાની સેના PLA માં એવા ગ્રેજ્યુએટ યુવકોની ભરતી કરી રહી છે, જે હિન્દી ભાષા જાણે છે.
હિન્દીના જાણકાર યુવા પહેલી પસંદગી
કહેવાય છે કે, હિન્દી ભાષાના જાણકાર યુવકોની ભરતી કરીને ચીન ભારત સાથે જોડાયેલી ઈન્ટેલિજન્ટ્સ માહિતી મેળવવાના ફિરાકાં છે. જેથી તે LAC ની આસપાસના તમામ પ્લાન જાણી શકે. વેસ્ટર્ન થિયેટર કમાન્ડ અંતર્ગત આવતા મિલીટરી જિલ્લામાં જૂન મહિનાથી જે ભરતી થશે, તેમાં હિન્દી ભાષાના નવા માપદંડ મૂકવામાં આવ્યા છે.
ચીની (PLA) ની વેસ્ટર્ન થિયેટર કમાન્ડની ટીમ ભારતીય બોર્ડર સાથે જોડાયેલ સુરક્ષાનુ કામકાજ સંભાળે છે. તિબ્બત મિલીટરી ડિસ્ટ્રીક્ટ LAC ના નીચાણવાળા ભાગ પર સુરક્ષાનુ કામ સંભાળે છે. આ જ સીમા ભારતના પૂર્વોત્તર રાજ્યો તથા ઉત્તરાખંડ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત લદ્દાખનુ કામકાજ સંભાવનાર શિનજિયાંગ મિલીટરી ડિસ્ટ્રીક્ટ પણ તેના કમાન્ડ અંતર્ગત કામ સંભાળે છે.
શુ છે ચીનનો પ્લાન
તિબ્બત મિલીટરી ડિસ્ટ્રીક્ટના અધિકારીઓએ થોડા દિવસો પહેલ ચીનની કેટલીક કોલેજો અને યુનિવર્સિટીઝની મુલાકાત કરી હતી. જ્યા તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, તેમને હિન્દી ભાષાના જાણકાર યુવકોની ચીનની સેનામાં જરૂર છે. સાથે જ તેમણે ચીનના ભવિષ્ય વિશે પણ ચર્ચા કરી. ગત કેટલાક મહિનામાં પીએલએએ મોટી સંખ્યામાં યુવકોની ભરતી કરી, જેઓ હિન્દી સારી રીતે જાણી શકે છે. આ યવકોને ભારતની બોર્ડર સાથે જોડાયેલા કામકાજમાં સામેલ કરવામાં આવશે.
ભારતની શક્તિથી ચીન હાંફ્યુ
કહેવાય છે કે, પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન બંનેના બોર્ડર વિસ્તારમાં અંદાજે 50-50 હજાર સૈનિકો હથિયારોથી લાદીને સુરક્ષા કરી રહ્યા છે. તેમાં ભારત સેના વિવાદને વાતચીતના માધ્યમથી ઉકેલવામાં પ્રયાસ રહ્યુ છે. જોકે, ચીનના આકરા વલણને કારણે તે શક્ય બની શકતુ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે