Video: દુનિયામાં ભારતના વધતા દબદબાથી પરેશાન છે પાકિસ્તાન, ઈમરાન ખાને આ રીતે પોતાનો બળાપો કાઢ્યો

પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના વિરોધમાં એ હદે ડૂબેલા છે કે તેઓ પોતાના બીમાર અને આર્થિક રીતે કંગાળ દેશને સંભાળવાની જગ્યાએ ફક્ત અને ફક્ત ભારતની જ વાતો કર્યા કરે છે.

Video: દુનિયામાં ભારતના વધતા દબદબાથી પરેશાન છે પાકિસ્તાન, ઈમરાન ખાને આ રીતે પોતાનો બળાપો કાઢ્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના વિરોધમાં એ હદે ડૂબેલા છે કે તેઓ પોતાના બીમાર અને આર્થિક રીતે કંગાળ દેશને સંભાળવાની જગ્યાએ ફક્ત અને ફક્ત ભારતની જ વાતો કર્યા કરે છે. એકવાર ફરીથી તેમણે પોતાની નીતિઓમાં ખામી કાઢવાની જગ્યાએ મોદી સરકારના નીતિઓ પર એલફેલ નિવેદનો આપ્યા છે. ઈસ્લામાબાદમાં આયોજિત 'મારગલ્લા ડાયલોગ 21' માં બોલતા ઈમરાન ખાને એ પણ દર્શાવ્યું કે ભારત અને પશ્ચિમી દેશોની નીકટતા તેમને પરેશાન કરી રહી છે. 

તેમની ફાસીવાદી નીતિઓ પર બધા ચૂપ
'મારગલ્લા ડાયલોગ 21' (Margalla Dialogue 21) માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની ફાસીવાદી નીતિઓ પર કશું બોલતા નથી. ઈસ્લામોફોબિયા પર બોલતા ઈમરાન ખાને કહ્યું કે કોઈ પણ ધર્મ આતંકવાદને પરવાનગી આપતો નથી. આમ છતાં કેટલાક દેશો ધર્મને આતંકવાદ સાથે જોડે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે 9/11 ના હુમલા બાદ ઈસ્લામને આતંકવાદ સાથે સીધો જોડવામાં આવ્યો, જે હજુ પણ ચાલુ છે. 

કાશ્મીર પર કહી આ વાત
ઈમરાન ખાને કહ્યું કે ભારત જમ્મુ અને કાશ્મીરમાં જે કરી રહ્યું છે તેને ડેમોક્રેસી કહેવાય છે. કોઈ પણ પશ્ચિમી દેશ તેની ટીકા કરતું નથી. હિન્દુસ્તાનમાં જે પ્રકારે નસ્લવાદી સરકાર આવી છે તેની નીતિઓ ફાસીવાદી છે. ત્યાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થાય છે. પરંતુ બધા ચૂપ છે. ખાને કહ્યું કે જે કઈ પણ કાશ્મીરમાં થઈ રહ્યું છે, જો તે અન્ય કોઈ દેશમાં થાત તો તમે વિચારી શકો છો કે કેટલો શોર મચી ગયો હોત. 

— APP 🇵🇰 (@appcsocialmedia) December 13, 2021

શ્રેય ન મળવાથી દુ:ખી
પાકિસ્તાની પીએમએ રોદણા રડતા કહ્યું કે પશ્ચિમી દેશો આતંકવાદ વિરુદ્ધ જંગમાં પાકિસ્તાનને તેના બલિદાનનો શ્રેય આપતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આ લડતમાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનો સાથ આપીને પાકિસ્તાનની  બદનામી જ થઈ. પાકિસ્તાન પર આરોપ લાગ્યો છે કે તે ડબલ ગેમ રમી રહ્યું છે. જ્યારે અમારા દેશે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ઝેલ્યું છે. ખાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં યુદ્ધથી પણ પાકિસ્તાનને તો ખોટ જ ગઈ છે. આ યુદ્ધમાં અમારા 80 હજારથી વધુ લોકો માર્યા ગયા. જ્યારે 100 અબજ ડોલરનું નુકસાન થયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news