પાકિસ્તાની PM Imran Khan એ આ જાતિ અંગે આપ્યું આવું ઘૃણાસ્પદ નિવેદન, થયો હંગામો

વિચાર્યા વગર કંઈપણ બોલવાની આદતને કારણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) ફરી એક વખત વિવાદમાં ઘેરાયા છે. આ વખતે ઘરમાં જ તેમને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે

પાકિસ્તાની PM Imran Khan એ આ જાતિ અંગે આપ્યું આવું ઘૃણાસ્પદ નિવેદન, થયો હંગામો

ઈસ્લામાબાદ: વિચાર્યા વગર કંઈપણ બોલવાની આદતને કારણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) ફરી એક વખત વિવાદમાં ઘેરાયા છે. આ વખતે ઘરમાં જ તેમને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં, અફઘાનિસ્તાનની (Afghanistan) સ્થિતિ પર બોલતી વખતે, ઇમરાન ખાન એટલા ઉત્સાહિત થયા કે તેમણે તેમના પોતાના વંશીય જૂથ પશ્તુનને (Pashtuns) પૃથ્વી પર સૌથી વધુ નફરત કરનારા ગણાવ્યા. ત્યારથી લોકો તેમને નિશાન બનાવી રહ્યા છે.

Afghanistan ની અશાંતિ પર કહી આ વાત
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને (Pakistan PM Imran Khan) એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ડુરંડ લાઈનની બંને બાજુના પશ્તુન (Pashtuns) પૃથ્વી પર સૌથી વધુ નફરત કરનારા લોકો છે. ખાનને પૂછવામાં આવ્યું કે તાલિબાનનો (Taliban) અફઘાનિસ્તાન પર આટલો પ્રભાવ કેમ છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં વિવિધ વંશીય જૂથોની વિભાજિત વસ્તી છે. આમાંથી, પશ્તુન એકલા 45 ટકાની નજીક છે. ત્યારબાદ તાજિક, હજારા અને ઉઝબેક વંશીય જૂથો આવે છે. તેથી, જો એક વંશીય જૂથ બીજા પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે, તો તેનાથી અફઘાનિસ્તાનમાં અશાંતિ ભંગ થાય છે.

— RTA World (@rtaworld) August 12, 2021

એકબીજા સાથે લડે છે Pashtuns
પાકિસ્તાની પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, અમે અફઘાનિસ્તાનમાં સ્થાયી સરકાર ઈચ્છીએ છીએ કારણ કે અફઘાનિસ્તાનમાં અશાંતિથી અમારો દેશ સીધો પ્રભાવિત થાય છે. તેનું કારણ જણાવતા ઈમરાને કહ્યું કે પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન કરતાં વધુ પશ્તુન રહે છે અને પુશ્તુન પૃથ્વી પર સૌથી વધુ નફરત કરનારા લોકો છે. તેઓ સામાન્ય રીતે એકબીજા સાથે લડે છે, પરંતુ જો કોઈ બહારથી આવે છે, તો તેઓ ભેગા થઈ જાય છે.

— Mohsin Dawar (@mjdawar) August 12, 2021

વિચિત્ર નિવેદનનું આ કારણ તો નથી?
ઈમરાન ખાનના આ નિવેદનની નિંદા થઈ રહી છે અને લોકો તેમને માફી માંગવા માટે કહી રહ્યા છે. નેશનલ એસેમ્બલીના સભ્ય મોહસીન ડાવરે પણ પશ્તુનને સૌથી વધુ નફરત કરનારા ગણાવવા બદલ પ્રધાનમંત્રીની ટીકા કરી છે. ત્યારે પાકિસ્તાની પત્રકાર ખુર્રમ હુસૈને ટ્વીટ કરીને લખ્યું છે કે જ્યારે તમારી વિચારસરણી રૂઢિચુસ્ત હોય, ત્યારે સમાન પરિણામો આવે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ઉદારવાદી પશ્તુન તાલિબાનને મદદ કરીને અફઘાનિસ્તાનમાં અશાંતિ ફેલાવવાના સરકારના પ્રયાસો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આ અંગે ઈમરાન ખાન પણ તેમનાથી નારાજ છે. કદાચ આ જ તેમના વિચિત્ર નિવેદનનું કારણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news