Pakistan PM ઈમરાન ખાનનું મોટું નિવેદન: 'કાલે ભારતને હરાવ્યું માટે બાકી કામ પછી'
ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માં જીતનો નશો પાકિસ્તાન (Pakistan)ના દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિના માથે ચઢેલો છે. જનતા ફાયરિંગ કરી રહી છે, તો મંત્રી બેફામ થઈને નિવેદનબાજી કરી રહ્યા છે. હવે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ પણ એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનીઓ માટે ભારત વિરુદ્ધ જીત કેટલી હદ સુધી મહત્ત્વપૂર્ણ છે.
- ઈમરાન ખાને જણાવી ભારતની સાથે સારા સંબંધોની જરૂરત
- ટી-20 વર્લ્ડ કપમાં જીતની પણ કરી વાતચીત
- રિયાદમાં પાકિસ્તાન સઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં આપ્યું નિવેદન
Trending Photos
રિયાદ: ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માં જીતનો નશો પાકિસ્તાન (Pakistan)ના દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિના માથે ચઢેલો છે. જનતા ફાયરિંગ કરી રહી છે, તો મંત્રી બેફામ થઈને નિવેદનબાજી કરી રહ્યા છે. હવે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ પણ એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનીઓ માટે ભારત વિરુદ્ધ જીત કેટલી હદ સુધી મહત્ત્વપૂર્ણ છે.
ભારતની સાથે સંબંધ સુધારવા પર જોર
પાકિસ્તાનની SammaTVના મતે વડાપ્રધાન ઈમરાન ખાને સઉદી અરબમાં ભારતની સાથે સંબંધો સુધારવાની જરૂરત દર્શાવી છે. જોકે, તેમણે એવું પણ જણાવ્યું છે કે, હાલના સમયે આ વાતચીત માટે યોગ્ય નથી. તેના પાછળ ઈમરાન ખાને રવિવારે રમાયેલી ભારત પાકિસ્તાન મેચના પરિણામનું કારણ દર્શાવ્યું છે.
Sputnik V વેક્સિનથી HIVનો ખતરો? દક્ષિણ આફ્રીકા બાદ હવે વધુ એક દેશે પ્રતિબંધ મૂક્યો
વાતચીતનો યોગ્ય સમય નથી
જોકે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન રિયાદમાં પાકિસ્તાન સઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે ભારતને ટી-20 વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ પાડોશી દેશની સાથે સંબંધો સુધારવા માટે વાત કરવાનો યોગ્ય સમય નથી. તેમણે ઉમેર્યું હતું કે, જો અમે કોઈ પણ રીતે ભારતની સાથે સંબંધો સુધારીએ છીએ તો આ બન્ને દેશો માટે સારું રહેશે.
પાકની જીત પર જશ્ન મનાવનારના સમર્થનમાં મહેબૂબા, કહ્યું- 'કાશ્મીરીઓ વિરુદ્ધ ગુસ્સો કેમ?'
ફરીથી કાશ્મીર રાગ અલોપ્યો
પાકિસ્તાન-સઉદી અરબ નિવેશ મંચથી બોલતા ઈમરાન ખાને જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે માત્ર એક જ મુદ્દો છે- કાશ્મીર. તેણે બે પાડોશીઓની જેમ ઉકેલવો જોઈએ. 72 વર્ષ પહેલા યૂએનએ કાશ્મીરીઓના અધિકારો માટે જે ગેરંટી આપી હતી, તેના સિવાય અમારો કોઈ મુદ્દો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે