T20 WC AFG vs SCO: મુઝીબ-રાશિદની ઘાતક બોલિંગ, અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રને હરાવ્યું
અફઘાનિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો છે. અફઘાનિસ્તાને 130 રને વિજય મેળવ્યો છે.
Trending Photos
શારજાહઃ અનુભવી નઝીબુલ્લાહ ઝાદરાનની અડધી સદી અને મુઝીબ ઉર રહમાન (20 રન પર 5 વિકેટ) ની ઘાતક બોલિંગની મદદથી અફઘાનિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપ 2021ના સુપર 12 ગ્રુપ-2 મેચમાં સોમવારે સ્કોટલેન્ડને 130 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં ધમાકેદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ પર 190 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને પછી સ્કોટલેન્ડને 10.2 ઓવરમાં 60 રન પર ઢેર કરી દીધું હતું.
સ્કોટલેન્ડ તરફથી જોર્જ મુન્સેએ સૌથી વધુ 250 રન બનાવ્યા. તે સિવાય ક્રિસ ગ્રીવ્સે 12 અને કેપ્ટન કાઇલ ઝાએટજરે 10 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી મુઝીબે પાંચ વિકેટ સિવાય રાશિદ ખાને ચાર અને નવીન ઉલ હકે એક વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનની ટી20માં રન પ્રમાણે અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ટીમે આ પહેલા કેન્યાને આજ મેદાન પર 106 રને હરાવ્યું હતું. તો ટી20 વિશ્વકપમાં રનના મામલામાં કોઈપણ ટીમની આ ત્રીજી સૌથી મોટી જીત છે. આ સિવાય ટી20 વિશ્વકપમાં આ કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે.
MS Dhoni એ 5 વર્ષ પહેલા કરી નાખી હતી Pakistanની જીતની ભવિષ્યવાણી, જુઓ Viral Video
આ પહેલા અનુભવી નઝીબુલ્લાહ ઝાદરાનની અડધી સદી અને ટોપ ઓર્ડરના અન્ય બેટ્સમેનની શાનદાર બેટિંગની મદદથી અફઘાનિસ્તાને ચાર વિકેટ પર 190 રન બનાવ્યા હતા. ઝાદરાને ઈનિંગના અંતિમ બોલ પર આઉટ થતાં પહેલા 34 બોલ પર 59 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. તેણે રહમનુલ્લાહ ગુરબાજ (37 બોલમાં 42 રન) ની સાથે ત્રીજી વિકેટ માટે 87 રન જોડ્યા હતા. આ પહેલા ઓપનિંગ બેટ્સમેન હઝરાતુલ્લાહ ઝઝઈએ 30 બોલ પર ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 44 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સ્કોટલેન્ડ તરફથી સાફયાન શરીફે 33 રન આપીને બે વિકેટ લીધી હતી.
પાછલા વિશ્વકપ બાદ પ્રથમ બેટિંગ કરતા 82.61 ટકા મેચ જીતનાર અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી. ઝઝઈ અને મોહમ્મદ શહઝાદ (15 બોલ 22 રન) એ પ્રથમ વિકેટ માટે 54 રન જોડીને પાવરપ્લેનો ફાયદો ઉઠાવ્યો હતો. ત્યારબાદ શહઝાદ આઉટ થયો હતો. ઝઝઈ પણ અડધી સદી પૂરી ન કરી શક્યો અને માર્ક વોટ (23 રન આપી 1 વિકેટ) ની ઓવરમાં આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે