RSS એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને બંગાળ ચૂંટણી બાદ થયેલી હિંસા સાથે જોડ્યો, કહી આ વાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું માનવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનું કારણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા છે.
Trending Photos
કોલકાતા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું માનવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનું કારણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા છે. સંઘની રાજ્ય શાખાએ બંગાળમાં થયેલી હિંસાને પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પરના હુમલા માટે ટ્રિગર તરીકે જવાબદાર ઠેરવી અને આ મુદ્દે મૌન સાધી લેવા બદલ બુદ્ધિજીવીઓને ફટકાર લગાવી છે.
RSS ના રાજ્ય મહાસચિવ જિષ્ણુ બસુ (Jishnu Basu) એ દાવો કર્યો કે આ વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની હાર બાદ હિન્દુઓ પર થયેલા હુમલાથી બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેનાથી ત્યાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા. બસુએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે જો તમે બાંગ્લાદેશમાં હિંસાની રીતને ધ્યાનમાં લો તો તમે સમજી શકશો કે ઘટના પાછળનું કારણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા છે. હિન્દુ બાંગ્લાદેશીઓ પર હુમલાએ એક સંદેશ આપ્યો કે હિન્દુઓ હારી ગયા છે અને તેણે સીમાની પેલે પાર કટ્ટરપંથીઓને ત્યાં હિન્દુ લઘુમતીઓ પર હુમલા કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
પોલીસ ઉપર પણ ઉઠ્યા સવાલ
ઢાકાથી લગભગ 100 કિમી દૂર કુમિલામાં એક દુર્ગા પૂજા મંડપમાં કથિત રીતે ઈશનિંદાની ઘટનાને લઈને બાંગ્લાદેશના કેટલાક ભાગોમાં હિંસા ભડકી ગઈ હતી ત્યારબાદ અનેક પ્રભાવિત ક્ષેત્રોમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરવા પડ્યા. હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા સ્થળોમાં તોડફોડની ઘટના સંબંધિત જાણકારી સામે આવ્યા બાદ પોલીસ અને કટ્ટરપંથીઓ વચ્ચે છૂટી છવાઈ હિંસા થઈ, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા અને અનેક અન્ય લોકો ઘાયલ થયા. તેના પર પ્રતિક્રિયા આપતા બસુએ કહ્યું કે બાંગ્લાદેશમાં અમે જોયું છે કે પોલીસે કમ સે કમ કાર્યવાહી તો કરી પરંતુ પશ્ચિમ બંગાળમાં તો પોલીસ નિષ્ક્રિય છે.
હવે કેમ ચૂપ છે બુદ્ધિજીવીઓ?
બસુએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાને લઈને બંગાળના બુદ્ધિજીવીઓની ચૂપી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકોએ CAA નો વિરોધ કર્યો હતો તેઓ હવે કેમ ચૂપ થઈ ગયા છે. તેઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હુમલાઓ પર સંપૂર્ણ રીતે મૌન જાળવીને બેઠા છે. જે લોકો રાજકીય કારણોસર CAA નો વિરોધ કરે છે, તેઓ બાંગ્લાદેશના હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની દુર્દશા વિશે વિચારતા નથી.
કેન્દ્ર અને રાજ્ય બંને ઉઠાવે અવાજ
એવું પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારો બંનેએ અધિકૃત રીતે હિન્દુઓ પર થયેલા હુમલાઓ વિરુદ્ધ બોલવું જોઈએ? બસુએ કહ્યું કે, હા તેમણે એવું કરવું જોઈએ. અનેક ચીજો પર વિચાર કરવામાં આવે છે, જેમ કે રાજયિક સંબંધ અને બાંગ્લાદેશમાં હાલની સરકાર. પરંતુ તે પહેલા સમાજે બોલાવાની જરૂર છે. ક્યૂબા અને નિકારગુઆની ઘટનાઓથી ગ્રસ્ત ડાબેરી બુદ્ધિજીવીઓએ પણ બાંગ્લાદેશમાં પોતાના સાથી ભાઈઓ વિશે વિચારવું જોઈએ. તે હુમલાઓ વિરુદ્ધ બોલવામાં કશું પણ સાંપ્રદાયિક નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે