World's most expensive French fries નો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ, કિંમત જાણી ઉડી જશે હોશ
અમેરિકા (America) ના મેન્હેટ્ટનમાં એક રેસ્ટોરેન્ટે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ 'ક્રેમે ડે લા ક્રેમે પ્રોમે ફ્રાઈટ્સ' બનાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા જ અમેરિકા (America) ના એક આઉટલેટે દુનિયાનું સૌથી મોંઘું બર્ગર (Burger) રજૂ કર્યું હતું. પરંતુ હવે અમેરિકા (America) માં જ એક રેસ્ટોરેન્ટે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) રજૂ કરી છે. આ ફ્રેન્ચ ફ્રાઈસે પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) આટલી મોંઘી કેમ છે તે પ્રશ્ન તમને થતો હશે. તો આવો જાણીએ આ અહેવાલમાં.
અમેરિકા (America) ના મેન્હેટ્ટનમાં એક રેસ્ટોરેન્ટે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ 'ક્રેમે ડે લા ક્રેમે પ્રોમે ફ્રાઈટ્સ' બનાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) ને Serendipty 3 નામના રેસ્ટોરેન્ટે બનાવી છે. દુનિયાની આ સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) ને નવી રીતે બનાવવામાં આવી છે. સાથે જ આમાં અનેક પ્રકારના મસાલાનો ઉપયોગ કરી તેને વધુ ક્રિસ્પી બનાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ ફ્રેન્ચ ફ્રાઈસે (French Fries) અમેરિકાના વ્યંજનો માટે એક નવો બેંચમાર્ક બનાવ્યો છે.
LPG Gas Cylinder: હવે Address Proof વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો એપ્લાય
200 ડોલર એટલે કે 14,916 રૂપિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) ને રેસ્ટોરેન્ટના ક્રિએટિવ શેફ જો કોલ્ડેરોન અને કોર્પોરેટ એક્સીક્યુટીવ શેફ ફ્રેડિક સ્કોએન-કીવર્ટ સાથે મળી બનાવી છે. બંને શેફે સાથે મળી મહેમાનોને તદ્દન અનોખી અને સ્વાદિષ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ ખવડાવવા માટે પોતાના અનુભવોના આધાર પર તૈયાર કરી છે.
અવિશ્વસનીય સ્વાદ સાથે આ ફ્રેન્ચ ફ્રાઈસને બનાવવા માટે શેફ જો અને ફ્રેડિકે એક નવી રેસિપી તૈયાર કરી. આ રેસિપીમાં અપસ્ટેટ ચિપરબેક બટેકા, ડોમ પેરિગ્નન શેમ્પેઈન, જે લેંબ્લાંક શેમ્પેઈન આર્ડેન વિનેગર, ગ્વેરાંડે ટ્રફલ સોલ્ટ, ટ્રફલ ઓઈલ, ક્રેતે સેનેસી પેકોરિનો ટાર્ટુફેલો પનીર, ઈટલીથી શેવ્ડ બ્લેક સમર ટ્રફલ્સ, ટ્રફલ બટર, ઓર્ગેનિક જર્સી ગાયમાંથી મળેલા 100 ટકા ગ્રાસ ફેડ ક્રીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
10 હજારમાં બુક કરો 3 પૈડાવાળી Electric Car, 40 પૈસામાં દોડશે 1KM; જોરદાર છે ફીચર
આ ગોલ્ડન ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) ને ખાવા માટે સ્પેશિયલ સોસ પણ બનાવવામાં આવ્યો છે. મોર્ને સોસ સાથે આ મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસને બેકરેટ ક્રિસ્ટલ અરબીસ્ક પ્લેટ પર પરોસવામાં આવે છે. ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે બટેકાને પહેલા ડોમ પેરિગ્નન શેમ્પેઈન અને જે લેંબ્લાંક ફ્રેન્ચ શેમ્પેઈન આર્ડેન વિનેગરમાં ડૂબાડવામાં આવે છે. જેથી શરૂઆતી ભાગમાં એક અલગ અને મીઠો સ્વાદ આપવામાં આવી શકે.
આ દેશોમાં સેક્સના છે વિચિત્ર નિયમ, જાણીને તમેપણ રહી જશો દંગ
સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) વાળી આ ડીશને બંને શેફે બહુ અલગ રીતે બનાવી છે. શેફે આ ફ્રેન્ચ ફ્રાઈસ પર ટ્રફલ, ક્રેતે સેનેસી પેકોરિનો ટાર્ટફેલો પનીર સાથે ગાર્નીશ કરી છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના દિશા નિર્દેશ મુજબ, કોઈ પણ વાનગી જનતા ખરીદી શકે તે માટે ઉપલબ્ધ હોવી જોઈએ અને સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ હોવાથી કોઈ નિષ્પક્ષ ગ્રાહક તેને ખરીદે તે પણ જરૂરી છે.
આ સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries) તૈયાર થયા બાદ એક મહિલાએ તમામ રેકોર્ડને તોડતી કિંમત પર એક પ્લેટ ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદી. નવી રેસિપીનો આનંદ લેનારી આ મહિલા Serendipity 3 રેસ્ટોરેન્ટની પહેલી મહેમાન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે