Punjab Congress Crisis: સિદ્ધૂ+4 થી સમાપ્ત થશે પંજાબ કોંગ્રેસનો વિવાદ? સામે આવી પાર્ટીની નવી ફોર્મ્યુલા

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથના નજીકના સૂત્ર અનુસાર જલદી પંજાબ કોંગ્રેસના સંકટનો અંત આવશે. આજે નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવશે. 
 

Punjab Congress Crisis: સિદ્ધૂ+4 થી સમાપ્ત થશે પંજાબ કોંગ્રેસનો વિવાદ? સામે આવી પાર્ટીની નવી ફોર્મ્યુલા

નવી દિલ્હી/ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ લડાઈ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના સૂત્રોનું કહેવું છે કે આ વિવાદનો ઉકેલ આવી ગયો છે. પાર્ટી જલદી નવા ફોર્મ્યૂલાની જાહેરાત કરી શકે છે. 

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથના નજીકના સૂત્ર અનુસાર જલદી પંજાબ કોંગ્રેસના સંકટનો અંત આવશે. આજે નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવશે. તેમની સાથે 4 કાર્યકારી અધ્યક્ષોના નામની પણ જાહેરાત થશે. 

— ANI (@ANI) July 17, 2021

પંજાબ કોંગ્રેસમાં વિવાદ વચ્ચે આજે પ્રદેશ પ્રભારી હરીશ રાવતે શનિવારે મોહાલીમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ રાવતે કહ્યુ કે, કેપ્ટને કહ્યુ કે, તેમને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીનો દરેક નિર્ણય મંજૂર હશે. તેવામાં સૌથી મોટો સવાલ છે કે એક રાત પહેલા સિદ્ધૂને લઈને નારાજ રહેતા અમરિંદર અચાનક કેમ માની ગયા? રાવત દિલ્હીથી શું સંદેશ લઈને કેપ્ટન પાસે પહોંચ્યા હતા? તેને લઈને અટકળો ચાલી રહી છે. 

હરીશ રાવત સાથે મુલાકાત બાદ કેપ્ટન અમરિંદરે હજુ સુધી કંઈ કહ્યુ નથી, પરંતુ તેમના મીડિયા સલાહકાર તરફથી જારી નિવેદન પ્રમાણે, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ તરફથી જે નિર્ણય લેવામાં આવશે, તેનું બધા સન્માન કરશે. પરંતુ તેમણે કેટલાક મુદ્દા પણ ઉઠાવ્યા છે, જેના પર રાવતે સોનિયા ગાંધીની સાથે ચર્ચાનો વિશ્વાસ અપાવ્યો છે. બેઠક બાદ હરીશ રાવતે પણ આ વાત કરી અને કહ્યું કે, મુખ્યમંત્રી અમરિંદરે કહ્યુ કે, પાર્ટી અધ્યક્ષનો જે પણ નિર્ણય હશે તેનું તે સન્માન કરશે. 

વિવાદ વચ્ચે સુનીલ જાખડને મળ્યા સિદ્ધૂ
કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસના ચીફ સુનીલ જાખડ સાથે પણ મુલાકાત કરી છે. આ દરમિયાન બન્નેના ચહેરા પર હાસ્ય અને એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. પરંતુ આ મુલાકાત બાદ શું વાત થઈ તે સામે આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news