Ice Cream: દુનિયાની સૌથી મોંઘી આઈસક્રીમ! ગોલ્ડ અને ડાયમંડ કરતાય વધારે છે ભાવ
Most Expensive Ice Cream: આ આઈસ્ક્રીમની વિશેષતા તેમાં ઉમેરવામાં આવતા ઈન્ગ્રીડિએન્ટ્સની છે. આઈસ્ક્રીમમાં કોઈ એસેન્સ નહીં પરંતુ વેનીલા બિન્સ ઉમેરવામાં આવે છે. આ સિવાય આઈસ્ક્રીમમાં થોડુ કેસર અને બ્લેક ટ્રફલ પણ ઉમેરવામાં આવે છે.
Trending Photos
Most Expensive Ice Cream: તમે તમારા જીવનમાં સૌથી મોંઘી વસ્તુ કઈ ખાધી છે? કેટલા રૂપિયાની ખાધી છે? જો તમને કહેવામાં આવે કે વિશ્વમાં સૌથી મોંઘા આઈસ્ક્રીમની કિંમત 1 તોલા સોના કરતા પણ વધુ છે, તો તમે માનશો? અહીં અમે તમને આવા જ આઈસ્ક્રીમ વિશે જણાવી રહ્યા છીએ. ટ્રાવેલ બ્લોગર શહનાઝ ટ્રેઝરીએ થોડા સમય પહેલાં પોતાની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયો તેના દુબઈ પ્રવાસનો છે. જેમાં તેણે દુબઈમાં મળી રહેલા વિશ્વની સૌથી મોંઘા આઈસ્ક્રીમ વિશે જણાવ્યું. આ આઈસ્ક્રીમ કેટલો ખર્ચાળ છે?
વિશ્વના આ સૌથી મોંઘા આઈસ્ક્રીમનું નામ બ્લેક ડાયમંડ છે. તેના એક સ્કૂપની કિંમત 840 ડૉલર એટલે કે લગભગ 60,000 રૂપિયા છે. આ આઈસ્ક્રીમ દુબઈના સ્કુપી કેફેમાં બનાવવામાં આવે છે. હાલ 22 કેરેટના એક તોલાની કિંમત 50,000 રૂપિયાથી પણ ઓછી છે. એવુ તો શું હોય છે આઈસ્ક્રીમમાં કે, જે તેને આટલુ મોંઘુ બનાવે છે.
આ આઈસ્ક્રીમની વિશેષતા તેમાં ઉમેરવામાં આવતા ઈન્ગ્રીડિએન્ટ્સની છે. આઈસ્ક્રીમમાં કોઈ એસેન્સ નહીં પરંતુ વેનીલા બિન્સ ઉમેરવામાં આવે છે. આ સિવાય આઈસ્ક્રીમમાં થોડુ કેસર અને બ્લેક ટ્રફલ પણ ઉમેરવામાં આવે છે. મજાની વાત તો એ છે કે, આઈસ્ક્રીમને તમારી આંખો સામે બનાવવામાં આવે છે.
એટલું જ નહીં, આ આઈસ્ક્રીમને સર્વ કરતી વખતે તેની ગાર્નિશિંગ 23 કેરેટ ગોલ્ડથી કરવામાં આવે છે. આ સોનુ ખાદ્યપદાર્થોમાં વપરાય તેવુ હોય છે. આ આઈસ્ક્રીમને સર્વ કરવાની શૈલી પણ અનોખી છે. આઈસ્ક્રીમ જેટલો મોંઘો હોય છે, તેટલો જ મોંઘો તેને સર્વ કરવાનો કપ હોય છે. આ આઈસ્ક્રીમને કૈફેવાળા બ્લેક અને ગોલ્ડ કલરના સ્પેશિયલ Versace Bowlમાં સર્વ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે