Happy New Year 2023: ડીજેના તાલ અને આતાશબાજી સાથે ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત

New Year 2023 Celebration Live: ભારત સહિત વિશ્વમાં નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. લોકો અલગ-અલગ સ્થળો પર નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા છે. કોઈ હિલ સ્ટેશન ગયું છે તો કોઈ પાર્ટી કરી નવા વર્ષના વધામણા કરવાના છે. 

Happy New Year 2023: ડીજેના તાલ અને આતાશબાજી સાથે ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. લોકો અલગ-અલગ જગ્યાઓ પર ન્યૂ યર સેલિબ્રિટ કરવા પહોંચી ગયું છે. વિશ્વમાં સૌથી પહેલા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ધામધૂમપૂર્વક લોકોએ વર્ષ 2023નું સ્વાગત કર્યું છે. અહીં આતાશબાજી સાથે નવા વર્ષને વેલકમ કર્યું છે. 

ભારતમાં વર્ષ 2023ના વધામણા
ભારતમાં પણ કેલેન્ડરની તારીખ બદલાઈ ગઈ છે. નવા વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. દેશભર સહિત ગુજરાતમાં લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. વર્ષ 2023ના સ્વાગત માટે ઠેર-ઠેર પાર્ટીઓના આયોજન થયા હતા. યુવાઓએ ડીજેના તાલ સાથે ડાન્સ કર્યો હતો. અનેક જગ્યાએ ફટાકડા ફોડીને આતાશબાજી કરવામાં આવી હતી. 

ગોવામાં ધૂમધામથી નવા વર્ષને વેલકમ કરવાની તૈયારી

— ANI (@ANI) December 31, 2022

કોચ્ચિમાં નવા વર્ષની ઉજવણી

— ANI (@ANI) December 31, 2022

Happy New Year 2023 Live Updates: નવા વર્ષની પૂર્વ સંધ્યા પર વારાણસીમાં ઉમટી ભીડ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ગંગા આરતી માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. તેમાં લોકો ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે. 
 

— ANI_HindiNews (@AHindinews) December 31, 2022

Happy New Year 2023 Live Updates: ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનો જશ્ન
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ બાદ દુનિયામાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. લોકો રસ્તા પર ઉજવણી કરી રહ્યાં છે. સાથે આતાશબાજી પણ કરવામાં આવી રહી છે. એકબીજાને નવા વર્ષ એટલે કે 2023ની શુભેચ્છા આપવામાં આવી રહી છે. 

(फोटो सौजन्य: रॉयटर्स) pic.twitter.com/EaX1sF5W1L

— ANI_HindiNews (@AHindinews) December 31, 2022

હિમાચલ પ્રદેશમાં વર્ષ 2022નો છેલ્લો સૂર્યાસ્ત

— ANI (@ANI) December 31, 2022

નવા વર્ષ (2023)ની પ્રથમ ઉજવણી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. ઓકલેન્ડના સૌથી પ્રખ્યાત સ્કાય ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવે છે. ઓકલેન્ડ નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી દરમિયાન સ્કાયટાવર પરથી ફટાકડા ફૂટી રહ્યાં છે.

ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક મુખ્ય શહેર છે. વાસ્તવમાં નવા દિવસની શરૂઆત વિશ્વના પૂર્વીય ભાગથી થાય છે. તેથી જ અહીં દિવસ વહેલો શરૂ થાય છે. અહીં ગયા વર્ષે 2022માં પણ કોરોના સમયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

— Shashank Bhargava (@ShaBhargava) December 31, 2022

ભારતથી લગભગ 7.30 કલાક પહેલા ઉજવણી
વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં હાજર હોવાને કારણે નવા વર્ષની ઉજવણી પ્રથમ ઓકલેન્ડમાં થાય છે. જેનો અર્થ એ છે કે ભારતથી લગભગ 7.30 કલાક પહેલાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ જાય છે. ભારતમાં સાંજના 4:30 વાગતાંની સાથે જ ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ જાય છે.

સ્કાયટાવર શા માટે પ્રખ્યાત છે
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલું સ્કાય ટાવર શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક છે. આ ટાવર 25 વર્ષ જૂનો છે. તેની ઊંચાઈ 328 મીટર ઊંચી છે. નવા વર્ષ 2023ની ઉજવણી દરમિયાન શાનદાર આતશબાજી કરવામાં આવી હતી, રાત્રે આતશબાજીના કારણે આખું આકાશ ઝળહળવા લાગે છે, જે માઈલ દૂરથી જોઈ શકાય છે. નવા વર્ષની ઉજવણી જોવા સ્કાયટાવરની આસપાસ હજારો લોકો હાજર રહે છે.. નવા વર્ષ 2023 માટે ટાવરને વાદળી અને જાંબલી લાઇટથી શણગારવામાં આવ્યો છે.  આ જગ્યા દરિયાની સપાટીથી 193 મીટર ઉંચી છે.

ન્યૂઝીલેન્ડમાં લોકોએ વર્ષ 2023ના કર્યા વધામણા

(Source: Reuters) pic.twitter.com/mgy1By4mmA

— ANI (@ANI) December 31, 2022

 

કઈ રીતે થઈ ન્યૂ યરની શરૂઆત
હવે તમને જણાવીએ છીએ કે ક્યાં અને કઈ રીતે નવા વર્ષની શરૂઆત થઈ. 4000 વર્ષ પહેલા બેબીલીનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. પરંતુ ત્યારે ન્યૂ યર એક જાન્યુઆરી નહીં પરંતુ 21 માર્ચે ઉજવવામાં આવ્યું હતું. વસંત ઋતુના સ્વાગતમાં આ ઉજવણી કરવામાં આવી હતી. 1 જાન્યુઆરીએ ન્યૂ યરની ઉજવણી પહેલીવાર 15 ઓક્ટોબર 1982ના કરવામાં આવી હતી. તેની શરૂઆત રોમન શાસક જૂલિયસ સીઝરે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news