કેલિફોર્નિયામાં નવરાત્રિની ધૂમ, વિદેશની ધરતી પર ગરબે ઘૂમ્યા 3000 હજારથી વધુ ગુજરાતીઓ
જયા જયા વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત...આ ઉક્તિને દુનિયાના ખૂણે ખૂણે રહેતાં ગુજરાતીઓ હંમેશા સાર્થક કરતા હોય છે. કેલિફોર્નિયામાં યોજાયેલી નવરાત્રિ અને વિદેશની ધરતી પર ગોરાઓ સાથે ગુરબે ઘુમતા ગુજરાતીઓને જોઈને તમને એનો વિશ્વાસ થઈ જશે.
Trending Photos
કેલિફોર્નિયાઃ એક્તામાં અનેકતા અને અનેકતા માં વિવિધતાના સંદેશને આપવા માટે ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રી મહોત્સવ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સિટી ઓફ નોર્વેક સેરિટોઝ કોલેજ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ધૂમ મચાવી હતી.
3000 કરતા વધારે ગુજરાતીઓને પોતાના તાલે ગરબે ઘુમવા માટે મજબૂર કરનારી આ બેલડીને લઈ ગુજરાતી ખેલેયા ઓ ભૂલી ગયા હતા કે તે ગુજરાતમાં ગરબા રમી રહ્યા છે કે વિદેશમાં. ગુજરાતી સમાજના ચેરમેન ઘનશ્યામસિંહ ઝાલા, પુષ્પ બહેન પટેલ, સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહની આગેવાનીમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી સમાજના 3000 જેટલા લોકો ગરબે ઘૂમ્યા હતા.
આ ધાર્મિક પ્રસંગે સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહ અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહ વધારવા અને સન્માન કરવા માટે ખાસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સમાજના ચેરમેન બી યુ પટેલ, પુષ્પા બહેન પટેલ ની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલે જણાવ્યું હતું કે તે 35 કરતા વધારે વાર લોસ એન્જલસ આવી ચુક્યા છે અને દર વખતે તેમનો ઉત્સાહ અને ગુજરાતી સમાજનો તેમના માટેનો પ્રેમ વધતો જ જાય છે. પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખે ખાસ જણાવ્યું હતું કે વિદેશમાં રહીને પણ ગુજરાતી સમાજ માટે જે લોકો કામ કરી રહ્યા છે તેવા યોગી પટેલ, પરિમલ શાહ, ઘનશ્યામસિંહ ઝાલા, બી.યુ પટેલ, પુષ્પા બહેન પટેલના કામને વધાવી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે