અહો આશ્ચર્યમઃ ગ્રીસ પોલીસે 41 લોકોને રેફ્રિજરેટેડ વાનમાંથી જીવતા પકડ્યા

પોલીસે જણાવ્યું કે, આ રેફ્રિજરેટેડ વાનમાં રેફ્રિજરેટર ચાલુ કરવામાં આવ્યું ન હતું. તેઓ જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા. સદનસીબે કોઈનું મૃત્યુ થયું ન હતું.

અહો આશ્ચર્યમઃ ગ્રીસ પોલીસે 41 લોકોને રેફ્રિજરેટેડ વાનમાંથી જીવતા પકડ્યા

નવી દિલ્હીઃ ગ્રીસની પોલીસે સોમવારે એક રેફ્રિજરેટેડ વાનની જ્યારે જડતી લીધી તો તેના અંદર 41 જીવતા લોકો મુસાફરી કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમાંથી મોટાભાગના અફઘાની લોકો હતા અને તેઓ છુપાઈને સ્થળાંતર કરી રહ્યા હતા. 

પોલીસે જણાવ્યું કે, આ રેફ્રિજરેટેડ વાનમાં રેફ્રિજરેટર ચાલુ કરવામાં આવ્યું ન હતું. તેઓ જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા. સદનસીબે કોઈનું મૃત્યુ થયું ન હતું. 

પોલીસે આ ટ્રકને ઉત્તર ગ્રીક શહેર ઝાનથીમાં નિયમિત ચેકિંગ દરમિયાન અટકાવ્યો હતો. તેમણે જ્યારે ટ્રક ખોલીને જોયું તેના અંદર જીવતા માણસો હતો. જોકે મુસાફી કરી રહેલા એક પણ વ્યક્તિને કોઈ તકલીફ થઈ ન હતી. પોલીસે આ ટ્રક્ના ડ્રાઈવર અને સ્થળાંથર કારોને પકડી લીધા છે અને વધુ પુછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા લંડનમાં આવા જ એક રેફ્રિજરેટેડ વાનમાંથી પોલીસને 39 લાશ મળી ગઈ હતી. આ લોકો વિયેટનામથી આ રેફ્રિજરેટેડ વાનમાં બેસીને લંડનમાં ઘુસણખોરી કરવા માગતા હતા, પરંતુ રેફ્રિજરેટર ચાલુ ન હોવાના કારણે તેઓ વાનના અંદર ગુંગળાઈને મરી ગયા હતા. આ કેસના સંદર્ભમાં વિયેટનામ પોલીસે તેમના દેશમાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news