વિશ્વની 6 એવી સીક્રેટ જગ્યા જે તમને ગૂગલ મેપ પર ક્યારેય જોવા મળશે નહીં, આ છે કારણ
Secret places on Earth: જો તમે આ જગ્યાઓને ગૂગલ મેપ પર સર્ચ કરો છો તો તેનો મોટો ભાગ બ્લર જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ ગૂગલ મેપ (Google Map) દ્વારા તમારે ગમે ત્યાં અવર-જવર કરવી સરળ હોય છે અને નવી જગ્યા પણ તમે સરળતાથી શોધી શકો છો. આશરે દરેક જગ્યા અને લોકેશન પર તેના દ્વારા જઈ શકાય છે. પરંતુ તમે તે જાણીને ચોકી જશો કે ધરતી પર કેટલીક એવી જગ્યા છે, જે ગૂગલ મેપ પર દેખાતી નથી. કેટલાક કારણોને લીધે આ જગ્યાઓને મેપ પર બ્લર કે Pixelated કરી દેવામાં આવી છે. આ જગ્યાને તમે ગૂગલ મેપ પર લોકેટ ન કરી શકો.
Cattenom ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ફ્રાન્સ
Cattenom Nuclear Power Plant દુનિયાનું 9મું ન્યૂક્લિયર પાવર સ્ટેશન છે. આ Luxembourg શહેરના પા Grand Est માં છે. જો તમે તેને ગૂગલ મેપ પર શોધવાનો પ્રયાસ કરશો તો આ સંપૂર્ણ એરિયા મેપ પર pixelated છે.
Kos ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગ્રીસ
આ Kos આઈલેન્ડ પર સ્થિત છે અને તેને તમે ગૂગલ મેપ પર જોઈ શકશો નહીં. આ એરપોર્ટ ચાર્ટર એરલાયન્સ માટે છે. તે ગરમીઓમાં સૌથી વધુ એક્ટિવ રહે છે.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં સરકાર બનાવતા શરૂ થઈ તાલિબાનની તાનાશાહી, કાબુલમાં પાંચ પત્રકારોની કરી ધરપકડ
Amchitka આઈલેન્ડ અલાસ્કા
જો તે આ આઇલેન્ડને ગૂગલ મેપ પર સર્ચ કરો છો તો તેનો અડધાથી વધુ ભાગ તમને બ્લર જોવા મળશે. રેકોર્ડ પ્રમાણે Amchitka ને 1950ના દાયકાના અંતમાં US Atomic Energy Commission એ અન્ડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટ માટે પસંદ કર્યું હતું. અહીં 3 અન્ડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ આ આઇલેન્ડને રેડિયોએક્ટિવ મેટેરિયલના લીકેજને લઈને મોનિટર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 સુધી તેના wildlife preserve બનવાની સંભાવના છે.
Jeannette આઈલેન્ડ, રશિયા
જો તમે ગૂગલ પર Jeannette Island Russia ટાઇપ કરો છો તો તમને સ્ક્રીન પર કંઈ જોવા મળશે નહીં. પૂર્વી સાઇબેરિયન સમુદ્રમાં સ્થિત આ એવી જગ્યા છે જેને તમે લોકેટ ન કરી શકો. માનવામાં આવે છે કે આ રશિયાનો મિલિટ્રી બેઝ છે.
આ પણ વાંચોઃ આર્કટિક ક્ષેત્રમાં અભ્યાસ દરમિયાન કેમેરામેનને બચાવવા જતા રશિયાના ઇમરજન્સી મંત્રી યેવગેની જિનિચેવનું મોત
Marcoule ન્યૂક્લિયર સાઇટ, ફ્રાન્સ
જો તમારે Marcoule Nuclear Site ને ગૂગલ મેપ પર જોવી છે તો તમને નજર આવશે નહીં. આ સાઇટ મેપ પર તમને pixelated જોવા મળશે. રિપોર્ટ પ્રાણે આવું ફ્રાન્સની સરકારના કહેવા પર કહેવામાં આવ્યું છે. આ ફ્રાન્સની ટોપ ન્યૂક્લિયર રિસર્ચ ફેસિલિટીઝમાંથી એક છે.
Moruroa આઈલેન્ડ, French Polynesia
જ્યારે ગૂગલ મેપ પર આ આઈલેન્ડને તમે જોશો તો તેનો ભાગ તમને નજર આવશે જ્યારે બીજા ભાગને બ્લર કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સે 1966 અને 1996 વચ્ચે Mururoa માં ન્યૂક્લિયર ટેસ્ટ કંડક્ટ કર્યો હતો. અહીં કોઈ મુલાકાતી જઈ શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે