Covid-19 Vaccine: ગુડ ન્યૂઝ, Pfizerની કોરોના વેક્સિન ટ્રાયલમાં 90 ટકા અસરકારક, જલદી મળી શકે છે વેચાણની મંજૂરી

Covid-19 Vaccine update:  કોરોના મહામારી (Coronavirus Pandemic)થી પરેશાન દુનિયા માટે ખુબ મોટા રાહતના સમાચાર છે. દવા કંપની Pfizer ની કોરોના વેક્સિન (Corona Vaccine News) તાજા ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક થઈ છે જે આશાથી પણ સારી સાબિત થઈ છે. એટલું જ નહીં બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધી કંપનીને વેક્સિન વેચવાની મંજૂરી મળી શકે છે. 
 

 Covid-19 Vaccine: ગુડ ન્યૂઝ, Pfizerની કોરોના વેક્સિન ટ્રાયલમાં 90 ટકા અસરકારક, જલદી મળી શકે છે વેચાણની મંજૂરી

વોશિંગટનઃ કોરોના મહામારી (Coronavirus Pandemic)થી પરેશાન દુનિયા માટે ખુબ મોટા રાહતના સમાચાર છે. દવા કંપની Pfizer ની કોરોના વેક્સિન (Corona Vaccine News) તાજા ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક થઈ છે જે આશાથી પણ સારી સાબિત થઈ છે. એટલું જ નહીં બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધી કંપનીને વેક્સિન વેચવાની મંજૂરી મળી શકે છે. વૈશ્વિક મહામારીને રોકવા માટે આ ચોક્કસપણે આ ખુબ આશા જગાવનાર સમાચાર છે. Pfizer એ પોતાના પાર્ટનર BioNTech ની સાથે કોરોનાની વેક્સિન બનાવી છે.  Pfizer અમેરિકન અને BioNTech જર્મન દવા કંપની છે. 

કંપનીએ સોમવારે કહ્યું કે, તેની વેક્સિન ટ્રાયલ દરમિયાન 94 સંક્રમિતોમાંથી 90 ટકા પર અસરકારક સાબિત થઈ છે. આ સંક્રમિતોમાં કોવિડ-19ના ઓછામાં ઓછા એક લક્ષમ જરૂર હતી. હવે વેક્સિન ટ્રાયલના તબક્કામાં છે પરંતુ પરિણામ આશા જગાવી રહ્યાં છે કે જલદી વિશ્વભરમાં તેના ઉપયોગનો રસ્તો સાફ થઈ શકે છે. કોરોના મહામારીથી અત્યાર સુધી વિશ્વમાં 12 લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે અને લોકો રસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને મોટા સમાચાર ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, વેક્સિન જલદી આવી શકે છે. તે 90 ટકા અસરકારક સાબિત થઈ છે. 

— Donald J. Trump (@realDonaldTrump) November 9, 2020

કંપનીએ કહ્યું કે, વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, જે વોલેન્ટિયર પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, તેમાં તે બીમારીને રોકવામાં 90 ટકાથી વધુ સફળ રહી. જો બાકી ડેટા પણ આ સંકેત આપે છે કે વેક્સિન સેફ છે તો આ મહિનાના અંત સુધીમાં કંપની હેલ્થ રેગ્યુલેટર્સ પાસે વેક્સિન વેચવાની મંજૂરી માટે અરજી કરશે. 

Pfizer એ કહ્યું કે, અત્યાર સુધી ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન કોઈ ગંભીર સેફ્ટી ઇશ્યૂ સામે આવ્યા નથી. ટ્રાયલમાં અમેરિકા અને બીજા દેશોમાં આશરે 44,000 લોકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે વેક્સિનથી લોકોમાં કેટલા લાંબા સમય સુધી કોરોના પ્રત્યે ઇમ્યૂનિટી વિકસિત થશે. 

ભારત, ચીન, જાપાન... બાઇડેનની વિદેશ નીતિ ટ્રમ્પના વહીવટથી કેટલી અલગ હશે?  

પરિણામ સંપૂર્ણ પણે વિશ્વસનીય રહે અને પ્રક્રિયા પારદર્શી રહે, તે માટે કંપનીએ બહારના અન્ય વ્યક્તિગત નિષ્ણાંતોની પેનલ પાસે વેક્સિન ટ્રાયલનું રિવ્યૂ કરાવ્યું છે. પેનલે ડેટા સેફ્ટી મોનિટરિંગ કમિટીના નામથી ઓળખવામાં આવે છે જે પહેલા તે જાણકારી મેળવે છે કે વેક્સિન કેન્ડિડેટ કેટલી ઉપયોગી અને સુરક્ષિત છે. પેનલે પોતાનો અંતરિમ સમીક્ષા રિપોર્ટ  Pfizer અને BioNTech સાથે શેર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news