Coronavirus : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, 11 લાખથી વધુ મૃત્યુ

કોરોનાના સૌથી વધુ કેસ યૂએસ, બ્રાઝિલ અને ભારતમાં નોંધાયા છે. આ સિવાય યૂરોપમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

Coronavirus : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, 11 લાખથી વધુ મૃત્યુ

વોશિંગટનઃ દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ચાર કરોડને પાર પહોંચી ગયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના તાજા આંકડા પ્રમાણે વિશ્વમાં અત્યાર સુધી 11 લાખથી વધુ લોકોના જીવ કોરોનાને કારણે ગયા છે. યુનિવર્સિટી પ્રમાણે વિશ્વભરમાં સંક્રમણના અત્યાર સુધી 40,063,546 કેસ સામે આવ્યા છે. 

કોરોનાના સૌથી વધુ કેસ યૂએસ, બ્રાઝિલ અને ભારતમાં નોંધાયા છે. આ સિવાય યૂરોપમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,154,936 થઈ ગઈ છે અને મૃત્યુઆંકનો આંકડો 219,674 સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ બીજા સ્થાન પર ભારત છે જ્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 7,550,273 છે અને મોતનો આંકડો 114,610 છે. 

ત્યારબાદ ત્રીજા નંબર પર બ્રાઝિલ છે જ્યાં સંક્રમિતોની સંખ્યા 5,224,362 અને મૃત્યુઆંક 153,675 છે. ત્યારબાદ રશિયામાં 1,406,504, આર્જેન્ટીનામાં 989,680, કોલમ્બિયામાં 959,572, ફ્રાન્સમાં  938,606, સ્પેનમાં 936,560, પેરુમાં 8,68,675, મેક્સિકોમાં 851,227, યુકેમાં 725,292, દક્ષિણ આફ્રિકામાં 703793, ઇરાનમાં 530,380, ચિલીમાં 491,760, ઇટાલીમાં 416,241 અને બાંગ્લાદેશમાં 388,569 કેસ છે. 

વર્ષે 40 લાખ રૂપિયા પગારવાળી નોકરી, કામ જાણીને તમે પણ અરજી કરવા દોડશો

આ સિવાય જે દેશોમાં મોતની સંખ્યા 10 હજારથી વધુ છે તે આ પ્રકારે છે- મેક્સિકો (86,167), યુકે (43,736), ઇટાલી (36,543), સ્પેન (33,775), પેરુ (33,759), ફ્રાંસ (33,499), ઈરાન (30,375), કોલમ્બિયા (28,970), આર્જેન્ટિના (26,267), રશિયા (24,212), દક્ષિણ આફ્રિકા (18,471), ચિલી (13,635), ઇન્ડોનેશિયા (12,511), એક્વાડોર (12,387), બેલ્જિયમ (10,413) અને ઇરાક (10,254).

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news