Birthday: Sunny Deolને કેમ છુપાવવી પડી હતી તેમના લગ્નની વાત?

અભિનેતા સની દેઓલના દેશ-વિદેશમાં કરોડો ચાહકો છે. તેઓ આજે પણ તેમની દમદાર અવાજ, એક્શન અને ડાયલોગ્સના કારણે જાણીતા છે. તેમા આ અંદાજના કારણે તેઓ લોકોના દિલમાં રહે છે. તેમણે ઘાયલ, સલાખે, દામિની અને ગદર જેવી સુપરહિટ ફિલ્મ આપી છે

Birthday: Sunny Deolને કેમ છુપાવવી પડી હતી તેમના લગ્નની વાત?

નવી દિલ્હી: અભિનેતા સની દેઓલના દેશ-વિદેશમાં કરોડો ચાહકો છે. તેઓ આજે પણ તેમની દમદાર અવાજ, એક્શન અને ડાયલોગ્સના કારણે જાણીતા છે. તેમા આ અંદાજના કારણે તેઓ લોકોના દિલમાં રહે છે. તેમણે ઘાયલ, સલાખે, દામિની અને ગદર જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. ફિલ્મ પરદા પર સની જેટલા ઓપન જોવા મળે છે, એટલા જ પર્સનલ લાઈફમાં નથી. તેઓ સાર્વજનિક મંચ પર તેમના પર્સનલ જીવનને લઇને ઘણી ઓછી વાત કરે છે.

પત્ની સાથે ઓછા જોવા મળે છે સની
સની દેઓલએ ફિલ્મોમાં આવ્યાના બે વર્ષ બાદ લગ્ન કર્યા હતા. વર્ષ 1984માં સની દેઓલએ એક એનઆરઆઇ છોકરી પૂજા સાથે લગ્ન કર્યા હતા. તઓ તેમની પત્નીની સાથે ખુબજ ઓછા જોવા મળે છે. તમને સનીની પત્ની ખુબજ ઓછી તસવીરો ઇન્ટરનેટ પર જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે, સનીને પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, તેઓ તેમના લગ્નને મીડિયાથી જેટલું વધારે દૂર રાખશે, તેમને કરિયરમાં એટલી જ લોકપ્રિયતા મળશે. ઓછા લોકો જાણે છે કે, તેમણે તેમના લગ્નની વાત ઘણા સમય સુધી મીડિયાથી છુપાવવીને રાખી હતી.

અભિનેતા સની દેઓલનો જન્મ 19 ઓક્ટોબર 1956માં પંજાબમાં થયો હતો. સની દેઓલે વર્ષ 1982માં અમૃતા સિંહની સાથે ફિલ્મ બેતાબથી ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મમાં તેમના કામની ખુબજ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના ખાસ અંદાજના કારણે તેમને બોલીવુડમાં એક અલગ જગ્યા બનાવી છે.  તેમના દમદાર એક્શન અને ડાયલોગ્સ કહેવાના અંદાજથી તે લોકો વચ્ચે ઘણા લોકપ્રિય થઇ ગયા છે. તેઓ 90ના દશક આવતા આવતા બોલીવુડમાં સ્થાપિત થઇ ગયા હતા. વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ઘાયલ માટે સનીને ફિલ્મફેર અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2001માં આવેલી ફિલ્મ ગદર: એક પ્રેમ કથા તેમના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબીત થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news