Corona Update: બ્રાઝિલમાં કોરોનાથી 731 અને રશિયામાં 1219ના મોત, અમેરિકા અને યુરોપમાં નવી લહેરની આશંકા

સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં સંક્રમિતોનો આંકડો વધીને 25.29 કરોડ થઈ ગયો છે, જ્યારે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 50.9 લાખ થઈ ગઈ છે. આવો જાણીએ ક્યા દેશમાં છે કેવી સ્થિતિ..

Corona Update: બ્રાઝિલમાં કોરોનાથી 731 અને રશિયામાં 1219ના મોત, અમેરિકા અને યુરોપમાં નવી લહેરની આશંકા

વોશિંગટનઃ વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોના કેસ વધવા લાગ્યા છે. ખાસ કરીને યુરોપમાં સંક્રમિતોની સંખ્યાએ ચિંતા વધારી દીધી છે. ચીને સંક્રમિતોની સંખ્યા વધતી જોઈને અનેક પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધુ છે. તો રશિયામાં સ્થિતિ હજુ ખરાબ છે. સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં સંક્રમિતોનો આંકડો વધીને 25.29 થઈ ગયો છે, જ્યારે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 50.9 લાખ થઈ ગઈ છે. આવો જાણીએ ક્યા દેશમાં છે કેવી સ્થિતિ..

રશિયામાં સ્થિતિ ખરાબ
રશિયામાં સ્થિતિ હજુ બેકાબૂ છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 38,823 કેસ સામે આવ્યા છે, તો 1219 લોકોના મોત થયા છે. રશિયામાં મહામારીને કારણે અત્યાર સુધી 255,000 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સંક્રમણના 9,070,674 કેસ સામે આવી ચુક્યા છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે મહામારીના શિકાર લોકોની વાસ્તવિક સંખ્યા સરકારના આંકડાથી ખુબ વધુ છે. 

બ્રાઝિલમાં 731ના મોત, જર્મનીમાં 33498 કેસ
બ્રાઝિલમાં એકવાર ફરી કોરોનાથી થનારા મોતની સંખ્યા વધી છે. સમાચાર એજન્સી રોયટરના રિપોર્ટ પ્રમામે બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 14642 નવા કેસ સામે આવ્યા છે તો 731 લોકોના મૃત્યુ થયા છે. તો જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં 33498 કેસ સામે આવ્યા છે, જ્યારે 55 લોકોના મૃત્યુ થયા છે. જર્મનીમાં મહામારીને કારણે અત્યાર સુધી 97672 લોકોના મોત થયા છે, જ્યારે  5,021,469 કેસ સામે આવી ચુક્યા છે. 

અમેરિકામાં પાંચમી લહેરની આશંકા
અમેરિકામાં કોરોનાની પાંચમી લહેરની આશંકા છે. એકવાર ફરી અનેક પ્રાંતોમાં કોરોના કેસ વધવા લાગ્યા છે. 23 પ્રાંતોની હોસ્પિટલોએ એક સપ્તાહની તુલનામાં કોવિડના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થવાની સૂચના આપી છે. મહત્વનું છે કે એક મહિના પહેલા માત્ર 12 પ્રાંતોમાં કોરોના કેસ વધી રહ્યાં હતા. હાલના સમયમાં અમેરિકાના ઉત્તરી તથા પર્વતીય ક્ષેત્રો વધુ પ્રભાવિત થયા છે. 

યુરોપમાં નવી લહેરની ચિંતા
યુરોપીયન દેશોમાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા કોરોનાની નવી લહેરની આશંકા મજબૂત બની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુથ ટેડ્રોસ એધનોમ ધેબ્રેયેસુસે યુરોપમાં વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મહાદ્વીરમાં પાછલા સપ્તાહે મહામારીની શરૂઆત બાદ 20 લાખ નવા કેસ સામે આવ્યા, જ્યારે 27 હજાર લોકોના મૃત્યુ થયા છે. 

ચીનના 21 પ્રાંતોમાં ફેલાયું સંક્રમણ
ચીનમાં પણ સંક્રમિતોની સંખ્યા ફરી વધી રહી છે. કોરોના સંક્રમણ હવે ચીનના 12 પ્રાંત તથા ક્ષેત્રોમાં પહોંચી ગયું છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચના પ્રવક્તા એમઆઈ ફેંગે કહ્યુ કે, બદલતા હવામાનમાં ઓછા તાપમાનને કારણે સંક્રામક શ્વાસની બીમારીઓનું જોખમ બમણું થઈ જાય છે. હાલના સમયમાં ચીનમાં 1350 દર્દીની સારવાર ચાલી રહી છે. તેમાં 9ની સ્થિતિ ગંભીર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news