બ્રિટન હાઈકોર્ટે વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ


 બ્રિટન ગાઈકોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપતી અરજી નકારી દીધી છે. સૂત્રો પ્રમાણે માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય માર્ગ બચ્યો નથી અને તેને 28 દિવસમાં ભારતને સોંપવામાં આવી શકે છે. 
 

બ્રિટન હાઈકોર્ટે વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ

લંડનઃ ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને બ્રિટનની હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટન ગાઈકોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપતી અરજી નકારી દીધી છે. સૂત્રો પ્રમાણે માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય માર્ગ બચ્યો નથી અને તેને 28 દિવસમાં ભારતને સોંપવામાં આવી શકે છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે બ્રિટનના હોમ સેક્રેટરીએ માલ્યાના પ્રત્યાર્પણ કાગળ પર 28 દિવસમાં સહી કરવી પડશે. ત્યારબાદ બ્રિટનના સંબંધિત વિભાગ ભારતના અધિકારીઓની સાથે માલ્યાના પ્રત્યાર્પણ વિશે સંકલન કરશે. મહત્વનું છે કે બ્રિટનની હાઈકોર્ટે પાછલા મહિને વિજય માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધ દાખલ અરજીને નકારી દીધી હતી. 

આ પહેલા ભારતમાં પોતાના પ્રત્યાર્પણની લડાઈ લડી રહેલા શરાબ કારોબારી વિજય માલ્યાએ ગુરૂવારે સરકારને 100 ટકા દેવું ચુકવવાના તેના પ્રસ્તાવનો સ્વીકાર કરવાનુ કહ્યુ હતું. માલ્યાએ ભારત સરકારને તેની વિરુદ્ધ મામલા બંધ કરવાની અપીલ કરી હતી. માલ્યાએ હાલમાં જાહેર 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ પર ભારત સરકારને શુભેચ્છા આપતા અફસોસ વ્યક્ત કર્યો કે, તેના બાકી ચુકવણીના પ્રસ્તાવને વારંવાર નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. 

વિશ્વમાં અત્યાર સુધી 44.28 લાખ લોકો સંક્રમિત, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- મહામારીથી માનસિક સ્વાસ્થ્ય પર ખતરો 

જામીન પર છે માલ્યા
માલ્યાએ ટ્વીટ કર્યુ, 'કોવિડ 19 રાહત પેકેજ માટે સરકારને શુભેચ્છા. તે જેટલી ઈચ્છે એટલી નોટો છાપી શકે છે, પરંતુ શું મારા જેવા નાના યોગદાનકર્તાને નજરઅંદાજ કરવો જોઈએ, જે સરકારની માલિકી વાળી બેન્કો પાસેથી લીધેલી 100 ટકા લોન પરત કરવા ઈચ્છે છે. માલ્યા 650,000 પાઉન્ડના બોન્ડ પર 17 એપ્રિલથી જામીન પર છે. સીબીઆઈ અને ઈડીને આશા છે કે આગામી 28 દિવસમાં માલ્યાને ભારત મોકલી દેવામાં આવશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news