નીસમાં 3ની હત્યા, રાષ્ટ્રપતિ મૈક્રોં બોલ્યા- 'ફ્રાન્સ પર ફરી થયો ઇસ્લામિક આતંકી હુમલો'
France Stabbing Attack: નીસમાં થયેલા બુમલા બાદ મૈક્રોં ગુરૂવારે અહીં પહોંચ્યા અને જાહેરાત કરી કે ફ્રાન્સ હવે દેશના મુખ્ય સ્થાનો પર સૈનિકોને તૈનાત કરશે. તેમાં શાળા અને ધાર્મિક સ્થળ હશે.
Trending Photos
પેરિસઃ ફ્રાન્સના નીસમાં એક વ્યક્તિએ ચાકુ મારીને ત્રણ લોકોની હત્યા કરી દીધી. થોડા દિવસ પહેલા આવી ઘટના પેરિસમાં થઈ હતી. તેનાથી દેશમાં બનેલા માહોલ વચ્ચે એમેન્યુઅલ મૅક્રોંએ કહ્યુ કે, ફ્રાન્સ ફરી આતંકી હુમલાનો શિકાર થયું છે. તેમણે કહ્યું કે, ફ્રાન્સ પર હુમલો દેશની આઝાદીના મૂલ્યો અને આતંકની સામે ન ઝુકવાની ઈચ્છાને કારણે કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, ફ્રાન્સ ઇસ્લામિક આતંકી હુમલા બાદ પોતાના મૂલ્યોને છોડશે નહીં.
સૈનિકોની સંખ્યા વધારી
નીસમાં થયેલા બુમલા બાદ મૈક્રોં ગુરૂવારે અહીં પહોંચ્યા અને જાહેરાત કરી કે ફ્રાન્સ હવે દેશના મુખ્ય સ્થાનો પર સૈનિકોને તૈનાત કરશે. તેમાં શાળા અને ધાર્મિક સ્થળ હશે. સૈનિકોની સંખ્યા ત્રણ હજારથી વધારીને સાત હજાર કરી દેવામાં આવશે. આ પહેલા મૈક્રોંએ પેરિસમાં માર્યા ગયેલા ટીચર સૈમ્યુઅલ પૈટીનું સમર્થન કર્યુ હતુ અને દેશમાં અભિવ્યક્તિની આઝાદી નક્કી કરવાની વાત કહી હતી.
ઇસ્લામ સંકટમાં
મૈક્રોંએ કહ્યુ હતુ કે ફ્રાન્સ પોતાની ધર્મનિરપેક્ષ પરંપરાઓ અને કાયદાનું પાલન કરતું રહેશે જેમાં અભિવ્યક્તિની આઝાદી નક્કી કરવામાં આવી છે. તેના દ્વારા શાર્લી એબ્દોને પણ પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવવાની આઝાદી મળે છે, જેથી આ બબાલ શરૂ થઈ હતી. મૈંક્રોએ જણાવ્યુ હતુ કે એક બિલ આગામી વર્ષની શરૂઆતમાં સંસદમાં મોકલવામાં આવશે જેમાં ઇસ્લામિક અલગાવવાદનો સામનો કરવાની જોગવાઈ હશે. તેમણે કહ્યું હતું કે દુનિયાભરમાં ઇસ્લામ સંકટનો સામનો કરી રહ્યું છે.
નીસમાં ત્રણની હત્યા
ફ્રાન્સમાં હાલની ઘટના નીસમાં એક ચર્ચમાં થઈ છે જ્યાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી નાખ્યુ અને બે અન્ય લોકોની ચાકુ મારીને નિર્મમ રીતે હત્યા કરી દીધી હતી. પેરિસની જેમ આ ઘટનાને પણ આતંકવાદ ગણાવી દેવામાં આવી છે. નીસના મેયર ક્રિસ્ચિયન ઇસ્તોર્સીએ જણાવ્યું કે, નોટ્ર ડેમ ચર્ચમાં થયેલી ઘટનામાં હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાને આતંકવાદ ગણાવ્યા બાદ ફ્રાન્સના આતંકવાદ વિરોધી વિભાગે તપાસની જવાબદારી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે