અમેરિકા- કેનેડા બોર્ડર પર હચમચાવતી ઘટના; માસૂમ બાળક સહિત 4 ભારતીયો કાતિલ ઠંડીમાં થીજી ગયા

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.

અમેરિકા- કેનેડા બોર્ડર પર હચમચાવતી ઘટના; માસૂમ બાળક સહિત 4 ભારતીયો કાતિલ ઠંડીમાં થીજી ગયા

ન્યૂયોર્કઃ અમેરિકા અને કેનેડા બોર્ડર પર એક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત ચાર ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને તેમાં તમામના મોત થયા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ ગુરુવારે જણાવ્યું હતું કે ગુરુવારે એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદ નજીક કેનેડિયન બાજુએ બે પુખ્ત, એક કિશોર અને એક શિશુ સહિત ચાર મૃતદેહ મળી આવ્યા હતા. હાલ આ ઘટનામાં એક મોટા અપડેટ મળી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલા પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે ઘટનામાં ભોગ બનનાર પરિવાર મૂળ ગુજરાતી હતો અને તેઓ ઉત્તર ગુજરાતનાં પટેલ પરિવારનાં હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે.

— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2022

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો. પરંતુ સત્તાધીશો માનવું છે કે ભારતીય પરિવાર હિમવર્ષાની ઝપેટમાં ત્યારે આવ્યો જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

જયશંકરે ટ્વીટ કર્યું, "આ સમાચારથી સ્તબ્ધ છું કે કેનેડા-યુએસ બોર્ડર પર એક શિશુ સહિત ચાર ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે." જયશંકરે યુએસમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયા સાથે આ મુદ્દે વાતચીત કરી છે.

રાજદૂત સંધુએ જણાવ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે યુએસ અધિકારીઓ સાથે ચાલી રહેલી તપાસ અંગે તેમના સંપર્કમાં છીએ. શિકાગોની કોન્સ્યુલર ટીમ તપાસ કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે આજે મિનેસોટા જઈ રહી છે."

કેનેડામાં ભારતના હાઈ કમિશનર બિસારિયાએ જણાવ્યું કે આ એક ગંભીર દુર્ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય કોન્સ્યુલર ટીમ તપાસ અને સહાય માટે આજે ટોરોન્ટોથી મેનિટોબા પ્રવાસ કરી રહી છે. તેમણે લખ્યું, "અમે કેનેડિયન અધિકારીઓ સાથે આવી વિચલિત ઘટનાઓની તપાસ કરવા માટે કામ કરીશું" 

કોર્ટના દસ્તાવેજો અનુસાર, ઉત્તર ડાકોટામાં યુએસ બોર્ડર પેટ્રોલ (યુએસબીપી) ના અધિકારીઓએ બુધવારે કેનેડિયન સરહદ નજીક દક્ષિણમાં 15 પેસેન્જર વાહનને અટકાવ્યું હતું. મિનેસોટા ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઑફિસે ગુરુવારે બપોરે એક પ્રકાશન બહાર પાડ્યું હતું અને જણાવ્યું હતું કે ફ્લોરિડાના 47 વર્ષીય સ્ટીવ શેન્ડ તરીકે ઓળખાતા ડ્રાઇવરને આ ઘટનાના સંબંધમાં માનવ તસ્કરી માટે ધરપકડ કરવામાં આવી છે. આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રુપનો હિસ્સો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે.

ન્યાય વિભાગે જણાવ્યું કે કાયદા અમલીકરણ અધિકારીઓએ પણ જાણ્યું કે બે ભારતીય નાગરિકો પાસે દસ્તાવેજ નહોતા. કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે કાયદા અમલીકરણ અધિકારીઓને પેસેન્જર વાનના પાછળના ભાગમાંથી પ્લાસ્ટિકના કપ, પાણીની બોટલ, બોટલ્ડ જ્યુસ અને અન્ય ખાદ્ય ચીજો મળી આવી હતી. કાયદા અમલીકરણ એજન્સીને 18 જાન્યુઆરી, 2022ની તારીખે પીણાં અને ખાદ્યપદાર્થોની રસીદો અને શૅન્ડના નામે વાન માટેના ભાડા કરારો પણ મળ્યા, જેમાં પરત કરવાની તારીખ 20 જાન્યુઆરી 2022ની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news