Pope Benedict Death: પૂર્વ પોપ બેનેડિક્ટનું 95 વર્ષની ઉંમરમાં નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

Pope benedict Passed Away: લાંબા સમયથી વૃદ્ધિવસ્થાને કારણે બીમાર ચાલી રહેલા પૂર્વ પોપ એમેરિટ્સ બેનેડિક્ટ 16મા નું નિધન થઈ ગયું છે. 95 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વેટિકન તરફથી જણાવવામાં આવ્યું કે આજે સવારે 9.34 કલાકે તેમનું નિધન થયું છે. પોપ બેનિડિક્ટે વર્ષ 2013માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 

Pope Benedict Death: પૂર્વ પોપ બેનેડિક્ટનું 95 વર્ષની ઉંમરમાં નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

વેટિકન સિટીઃ પોપ એમેરિટસ બેનેડિક્ટ 16માં (Pope Benedict 16th) નું 95 વર્ષની ઉંમરે નિધન થયું છે. વેટિકને તેની પુષ્ટિ કરી છે. 2013 સુધી તેઓ પોપ હતા. પોપ બેનેડિક્ટ બાદ પોપ ફ્રાન્સિસ આવ્યા છે, જે વર્તમાનમાં પણ છે. પોપ બેનેડિક્ટે આઠ વર્ષથી વધુ સમય સુધી દુનિયાભરમાં કેથોલિક ચર્ચનું નેતૃત્વ કર્યું હતું. 2013માં તેમણે રાજીનામુ આપ્યું હતું. 600 વર્ષના ઈતિહાસમાં તેઓ રાજીનામું આપનાર પ્રથમ પોપ હતા. તેમની પહેલા વર્ષ 1415માં માત્ર પોપ ગ્રેગરી 12માં હતા, જેમણે પોતાનું રાજીનામુ આપ્યું હતું. પોપ બેનેડિક્ટથી પહેલા પોપ જોન પૌલ દ્વિતીય હતા જેમનો કાર્યકાળ તેમના નિધનની સાથે 2 એપ્રિલ 2005માં પૂર્ણ થયો હતો. 

પોપ બેનેડિક્ટે પોતાનો અંતિમ સમય વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં પસાર કર્યો. તેમના ઉત્તરાધિકારી પોપ ફ્રાન્સિસે કહ્યુ કે, તે હંમેશા તેમને મળવા જતા હતા. વેટિકન તરફથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું- દુખની સાથે હું તમને જાણકારી આપુ છું કે પોપ એમેરિટસ બેનેડિક્ટ 16માનું આજે સવારે 9.34 કલાકે વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં નિધન થયું છે. આગળની જાણકારી જલદી આપવામાં આવશે. પોપ બેનેડિક્ટ લાંબી ઉંમરને કારણે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. 

78 વર્ષની ઉંમરે બન્યા હતા પોપ
આ પહેલા બુધવારે પોપ ફ્રાન્સિસે વેકિટન સભાગારમાં નવા વર્ષ પહેલાં પોતાના પરંપરાગત સંબોધન બાદ કહ્યું હતું કે પોપ બેનડિક્ટ ખુબ બીમાર છે. તેમણે લોકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પોપ બેનડિક્ટનો જન્મ જર્મનીમાં થયો હતો. 2005માં જ્યારે તેમણે પદ સંભાળ્યું હતું ત્યારે તેમની ઉંમર 78 વર્ષની હતી. BBC ના રિપોર્ટ પ્રમાણે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા વિવાદિત રિપોર્ટ સામે આવ્યા. આ વર્ષે તેમણે સ્વીકાર કર્યો હતો કે 1977 અને 1982 વચ્ચે મ્યૂનિખના આર્કબિશપ રહેવા દરમિયાન દુર્વ્યવહારના મામલાનો ઉકેલ લાવવામાં ભીલ થઈ. 

પોપ માટે જર્મનીમાં પ્રાર્થના
પોપ બેનેડિક્ટ 16માંની માતૃભૂમિ બવેરિયામાં લોકોએ ગુરૂવારે સેવાનિવૃત્ત બિશપ માટે પ્રાર્થના કરી હતી. તે વેટિકન માટે જર્મની છોડ્યાના 40 વર્ષ બાદ અને તેમના રાજીનામાના લગભગ 1 દાયકા બાદ પણ આ ક્ષેત્રના લોકો વચ્ચે ખુબ લોકપ્રિય છે. જર્મનીના નાના શહેરથી માર્કટલ એમ ઇનના સેન્ટ ઓસવાલ્ડ ચર્ચમાં, 95 વર્ષથી વધુ સમય પહેલા જોસેફ રેત્જિંગર નામના એક ભવિષ્યના પોપના બપતિસ્મા (ઈસાઈ ચર્ચના વિધિવત સભ્ય બનવાના સંસ્કાર) થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news