ચીન: ચન્દ્ર નવા વર્ષની આતિશબાજી દરમિયાન ત્રણ બાળકો સહિત 5ના મોત

‘રિપોર્ટર્સ સંડે’ના સમાચાર અનુસાર, ગુઆંગ્શીના દક્ષિણ વિસ્તારના સ્ટેન્ડ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર જોખમી સામગ્રી ઉપયોગ કરી દુર્ઘટનાને અંજામ આપવાનો આરોપ છે.

ચીન: ચન્દ્ર નવા વર્ષની આતિશબાજી દરમિયાન ત્રણ બાળકો સહિત 5ના મોત

બેઇજિંગ: દક્ષિણ ચીનમાં ચન્દ્ર નવા વર્ષ દરમિયાન ફટાકડાના એક ગેરકાયદે સ્ટેન્ડમાં વિસ્ફોટ થવાથી પાંચ લોકોના મોત થયા છે. ‘રિપોર્ટર્સ સંડે’ના સમાચાર અનુસાર, ગુઆંગ્શીના દક્ષિણ વિસ્તારના સ્ટેન્ડ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર જોખમી સામગ્રી ઉપયોગ કરી દુર્ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. મંગળવારે થયેલી આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.

વકીલોનું કહેવું છે કે, સ્ટેન્ડના સંચાલકની ઓળખ માત્ર તેના ઉપનામ ઝાંગથી થઇ છે. તેણે તેની કરિયાણાની દુકાન બહાર ફટાકડાને ખુબ જ બેદરકારી પૂર્વક મુક્યા હતા. જેમાં કોઇ પણ વસ્તુ સરળતાથી આગ લાગી શકતી હતી. ચીને આ વર્ષે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર કડક નિયંત્રણ કર્યું છે. તમને જણાવી દઇએ કે બેઇજિંગમાં ચેન્દ્ર નવા વર્ષ દરમિયાન આતિશબાજી કરવી એક મુખ્ય વિધિ છે. એટલા માટે ત્યાંના લોકો આ આતિશબાજી કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભાગ લેતા હોય છે. મળતી જાણકારી અનુસાર આરોપીની ધરપકડ કરી ઘટનાની તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news