લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા

 મહીસાગરમાં લીમડિયા વીરપુર હાઇવે પર જાન ભરેલ ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો, જેમાં 30થી 35 જાનૈયાઓને ઈજા પહોંચી હતી.
લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા

અલ્પેશ સુથાર/મહીસાગર : મહીસાગરમાં લીમડિયા વીરપુર હાઇવે પર જાન ભરેલ ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો, જેમાં 30થી 35 જાનૈયાઓને ઈજા પહોંચી હતી.

વગાસ ગામથી કેટલાક લોકો ટેમ્પોમાં બેસીને કારંટા ગામે લગ્નમાં જઇ રહ્યા હતા. ત્યારે લીમડીયા-વીરપુર હાઈવે પર લીંબોલા ગામે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, અને જાનૈયાઓ રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતને પગલે 30થી 35 જેટલા જાનૈયાઓને ઈજા પહોંચી હતી. રસ્તા પર ઈજાગ્રસ્ત જાનૈયાઓ ઈજાગ્રસ્ત પડ્યા હતા.

જાનૈયાઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news