એવા રાષ્ટ્રપતિ જેના 35 હજાર મહિલાઓ સાથે રહ્યા છે સંબંધ! 600થી વધુ વખત મારવાનો થયો છે પ્રયત્ન
તમને જણાવી દઇએ કે ફિદેલ કાસ્ત્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926 મના રોજ ક્યૂબાના બિરાનમાં થયો હતો. તખ્તાપલટ કરીને ફિદેલ કાસ્ત્રોના હાથમાં ક્યૂબાની સત્તા આવી હતી. ફિદેલ કાસ્ત્રોને ક્મ્યુનિસ્ટ ક્યૂબાના જનક કહેવામાં આવે છે. વર્ષ 1959 માં ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબામાં તખ્તાપલટ કર્યું હતું. ત્યારબાદથી તે સતત 2008 સુધી શાસન કરતા રહ્યા.
Trending Photos
Former Cuban President: દુનિયામાં એક એવા રાષ્ટ્રપતિ પણ છે જેના વિશે દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ હતા. આ ઉપરાંત તેમને 600 થી વધુ વખત મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પરંતુ દરેક વખતે બચી ગયા. દુશ્મન તેમનું કશું જ બગાડી શક્યા નહી. આ વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ ક્યૂબા (Cuba) ના રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો (Fidel Castro) હતા. ફિદેલ કાસ્ત્રો (Fidel Castro)પોતાના દુશ્મનોની વિચારસણી કરતાં 2 ડગલાં આગળ રહેતા હતા. એકવાર તો ફિદેલ કાસ્ત્રોને મારવા માટે એક મહિલા તેમની ગર્લફ્રેન્ડ બની પરંતુ તે સફળ થઇ નહી. આવો ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો (Fidel Castro) ના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા વિશે જાણીએ.
ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રી મહિલાઓ સાથે તેમના સંબંધ અને તેમની ઉપર થયેલા હુમલાનો ઉલ્લેખ કરે છે. દુશ્મનોએ તેમને ઝેરી સિગરેટથી માંડીને વિસ્ફોટક સિગરેટ સુધી ન જાણે કેટલા મારવાના પ્રયત્નો કર્યા પરંતુ તે ક્યારેય સફળ રહ્યા નહી.
આ પણ વાંચો: Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
આ પણ વાંચો: New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ
તમને જણાવી દઇએ કે ફિદેલ કાસ્ત્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926 મના રોજ ક્યૂબાના બિરાનમાં થયો હતો. તખ્તાપલટ કરીને ફિદેલ કાસ્ત્રોના હાથમાં ક્યૂબાની સત્તા આવી હતી. ફિદેલ કાસ્ત્રોને ક્મ્યુનિસ્ટ ક્યૂબાના જનક કહેવામાં આવે છે. વર્ષ 1959 માં ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબામાં તખ્તાપલટ કર્યું હતું. ત્યારબાદથી તે સતત 2008 સુધી શાસન કરતા રહ્યા.
ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોએ હંમેશા અમેરિકાની નીતિઓનો વિરોધ કર્યો. એટલું જ નહી તેમણે અમેરિકી રાષ્ટ્ર્પતિઓની મજાક પણ ઉડાવી. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને લાંબા સમય સુધી ફિદેલ કાસ્ત્રોને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ હંમેશા ફેલ રહી. ફિદેલ કાસ્ત્રો પર 600થી વધુ વખત હુમલા નિષ્ફળ રહ્યા.
ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજારથી વધુ મહિલાઓ સાથે સંબંધ હતા. આ સિલસિલો લગભગ 4 દાયકા સુધી ચાલતો રહ્યો. ફિદેલ કાસ્ત્રો પોતાની તાનાશાહી માટે જાણિતા હતા. લગભગ 49 વર્ષ સુધી તેમણે ક્યૂબા પર રાજ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008 માં ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોને સત્તાની ચાવી પોતાના ભાઇને સોંપી દીધી હતી. 90 વર્ષની ઉંમરમાં 25 નવેમ્બરના દિવસે તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે