ચીન: મહિલાઓ ચિક્કાર ટ્રાફિકમાં કરી રહી છે એવું કામ, VIDEO વાઈરલ થતા થયો વિવાદ
Trending Photos
ચીનની એક કંપનીએ પોતાના મહિલા કર્મચારીઓના એક ગ્રુપને રસ્તા પર નાના બાળકોની જેમ ભાંખડીએ ચાલવાની સજા કરવામાં આવી. આ સમગ્ર ઘટનાની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. મહિલા કર્મચારીઓએ ટ્રાફિકની વચ્ચે રસ્તા પર આ રીતે ભાંખડિએ ચાલવું પડ્યું હતું. પોલીસના હસ્તક્ષેપ બાદ કર્મચારીઓનો છૂટકારો થયો.
અહેવાલ મુજબ બ્યુટી કંપનીએ કર્મચારીઓને વાર્ષિક ટાર્ગેટ પૂરો ન થતા આ રીતે સજા આપી. રસ્તા પર મહિલાઓને ભાંખડીએ ચાલવા દરમિયાન એક પુરુષ સુપરવાઈઝર હાથમાં ઝંડો લઈને આગળ ચાલી રહ્યો હતો. ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ મોટો વિવાદ ઊભો થયો છે. તેંગઝોઉ શહેરની આ ઘટનાએ ચીનના સોશિયલ મીડિયા ઉપરાંત સમગ્ર દુનિયામાં વિવાદનો મધપૂડો છેડ્યો છે. આ ઘટના સમયે રસ્તા પરથી પસાર થતી મહિલાઓ તો જોઈને જ સ્તબ્ધ થઈ ગઈ. નિયમો મુજબ ચીનમાં કોઈ પણ કંપનીને શારીરિક સજા આપવાનો અધિકાર નથી.
ડેઈલી મેલ અને btime.comના અહેવાલો મુજબ આ રીતે ચાલતી બધા મહિલા કર્મચારીઓ હતાં. તેમની કંપની બ્યુટી પ્રોડક્ટ્સ વેચે છે. કંપનીના જ કેટલાક કર્મચારીઓ આ ઘટનાનો વીડિયો બનાવતા જોવા મળ્યાં. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સુપરવાઈઝરને સજા રોકવા જણાવ્યું. અહેવાલો મુજબ વીડિયો વાઈરલ થયા બાદ કંપનીને હંગામી રીતે બંધ કરી દેવાઈ છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે