Elon musk birthday: આ 5 યુવતીઓ સાથે રિલેશનમાં રહ્યાં છે ટેસ્લાના CEO, 5 બાળકો બાદ પણ ન ટક્યા લગ્ન

વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્કનો આજે જન્મદિવસ છે. મસ્કનો જન્મ 28 જૂન 1971ના આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર અને માતા એક મોડલ હતા. 
 

Elon musk birthday: આ 5 યુવતીઓ સાથે રિલેશનમાં રહ્યાં છે ટેસ્લાના CEO, 5 બાળકો બાદ પણ ન ટક્યા લગ્ન

નવી દિલ્હીઃ સ્પેસ એક્સ, ટેસ્લાના માલિક એલન મસ્ક આજે 29 જૂને પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે અને પોતાની લાઇફસ્ટાઇલ તથા નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના વિશે દરેક લોકો જાણવા ઈચ્છે છે. તો આજે તેમના જન્મદિવસ પર અમે તમને વિશ્વના ધનીક વ્યક્તિની લવ સ્ટોરી વિશે જણાવીશું... 

એલન મસ્કનું પૂરુ નામ એલન રીવ મસ્ક છે. તેમનો જન્મ સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર હતા અને માતા એક મોડલ હતી. પરંતુ જ્યારે મસ્ક 9 વર્ષના હતા તો તેમના માતા-પિતા અલગ થઈ ગયા અને તે પિતાની સાથે પ્રિટોરિયમાં રહેવા લાગ્યા. 

તે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ, રોકાણકાર, એન્જિનિયર અને શોધક છે. તેમણે સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓને બનાવી છે અને હાલમાં મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખરીદી લેશે.

પોતાની બિઝનેસ સ્કિલ્સની સાથે અલન મસ્ક પોતાની લવ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમનું દિલ પ્રથમવાર પોતાના કોલેજની ફ્રેન્ડ જસ્ટિન વિલ્સન પર આવી ગયું. 7 વર્ષ સુધી બંનેએ ડેટ કર્યું અને ત્યારબાદ 2000માં તેમણે જસ્ટિન સાથે લગ્ન કરી લીધા હતા. 

એલન અને જસ્ટિનનો સંબંધ વધુ ચાલ્યો નહીં અને 2008માં બંને અલગ થઈ ગયા હતા. મહત્વનું છે કે આ લગ્નથી મસ્કને 5 બાળકો થયા હતા. પરંતુ લગ્ન માત્ર 8 વર્ષ ટકી શક્યા હતા. 

ત્યારબાદ મસ્ક અમેરિકન અભિનેત્રી તાલુલાહ રિલેની સાથે સંબંધમાં જોવા મળ્યા હતા. બંનેએ બે વર્ષ સુધી ડેટ કર્યું અને વર્ષ 2010માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તાલુલાહ રિલેની સાથે પણ મસ્કનો સંબંધ વધુ સમય ચાલ્યો નહીં અને 2012માં બંને અલગ થઈ ગયા હતા. 1 વર્ષની અંદર મસ્કને પોતાની ભૂલ સમજાય અને 2013માં તેણે ફરી તાલુલાહની સાથે પોતાના સંબંધને આગળ વધાર્યો હતો. ફરી 2016માં બંને અલગ પડી ગયા હતા. 

અમેરિકન અભિનેત્રી સાથે છુટાછેડા થયા બાદ અલન મસ્કનું નામ અન્ય મહિલાઓ સાથે પણ જોડાયું હતું. આ લિસ્ટમાં સિંગર ગ્રાઇમ્સ સામેલ છે. જે મસ્ક સાથે જોવા મળતી રહે છે. ગ્રાઇમ્સે પાછલા વર્ષે એલન મસ્કના બાળવને જન્મ આપ્યો હતો. પરંતુ હજુ સુધી બંનેએ લગ્ન કર્યાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે ગ્રાઇમ્સથી પણ અલગ થઈ ગયા છે. 

રિપોર્ટ પ્રમાણે એલન મસ્ક હવે પોતાથી 23 વર્ષ નાની નતાશા બેસેટને ડેટ કરી રહ્યાં છે. જે અભિનેત્રી છે અને ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. બંને સાથે જાહેરમાં અનેકવાર જોવા મળી ચુક્યા છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 

દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ મસ્કના ત્રણવાર લગ્ન થઈ ચુક્યા છે અને તે ઘણી યુવતીઓ સાથે રિલેશનશિપમાં પણ રહ્યાં છે. હાલ મસ્કને છ બાળકો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news