ઇન્ડોનેશિયાના લોમ્બોકમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપથી 14નાં મોત, 120 આફ્ટરશોક
ભૂકંપના કારણે અનેક લોકોના ઘર નષ્ટ થવાની સાથે ઘાયલોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
Trending Photos
અમદાવાદ : ઇન્ડોનેશિયાના બાલીથી 40 કિલોમીટર અંતરે આવેલા લોમ્બોક દ્વિપમાં રવિવારે સવારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, ભૂકંપના તીવ્ર આંચકાઓનાં કારણે અનેક ઇમારતો પડી ગઇ છે. ઇમારતો પડવાનાં કારણે 14 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત ઘાયલોનો આંકડો 50થી પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યા છે. અમેરિકાનાં જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર પુર્વ લોમ્બોક હતું.
એક મોટા ભૂકંપ બાદ આશરે 120 નાના- નાના આંચકાઓનાં કારણે અમુક કલાકો સુધી ધ્રુજી ચાલુ રહી હતી. ઇન્ડોનેશિયાની એજન્સીના જણાવ્યા અનુસાર 120થી વધારે આફ્ટરશોકના કારણે મોટી સંખ્યામાં ઇમારતોને નુકસાન થયું છે. આફ્ટરશોક્સની તિવ્રતા પણ 5.7થી વધારે હોવાનું જાણવા મળ્યું છે.
ઘાયલોની સંખ્યામાં વધારો
શહેરના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્પોકપર્સન સુતોપો પૂર્વોએ કહ્યું કે, ભૂકંપના કારણે અનેક લોકોના ઘરો નષ્ટ થયા છે. હાલ ઘાયલોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સુતોપોએ જણાવ્યું કે, હવે મેનેજમેન્ટનું ધ્યાન કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં છે. તેઓએ ભૂકંપ બાદની તસ્વીરો ટ્વીટર પર પોસ્ટ કરી હતી. લોમ્બોકના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા વધારે હતી. તમામ લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા.
હાલ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં વિજ પુરવઠ્ઠો ખોરવાઇ ચુક્યો છે. ગેસ અને પાણીના કનેક્શનો પણ કપાઇ ચુક્યા છે. ઇન્ડોનેશિયા સામાન્ય રીતે ભૂકંપના કારણે સેન્સિટીવ ઝોનમાં છે. અહીં સક્રિય જ્વાળામુખી અને સમુદ્ર ગતિવિધિઓની અસર લોકો પર પડે છે. જેના કારણે સ્થિતી અનુસાર એલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવે છે. નોંધનીય છે કે વિશ્વનાં અડધાથી વધારે સક્રિય જ્વાળામુખી આ રિંગમાં આવેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે