ડચ સાંસદ ગિર્ટ વિલ્ડર્સે પથ્થરબાજોને ગણાવ્યા આતંકી, નૂપુર શર્માનું ફરી કર્યું સમર્થન
Geert Wilders on Nupur Sharma: ડચ સાંસદ ગિર્ટ વિલ્ડર્સે ભારતમાં થયેલા પથ્થરમારાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નૂપુર શર્મા વીર છે અને આપણું પ્રતીક છે. આ સાથે તેમણે પથ્થરમારો કરનારને આતંકવાગી ગણાવ્યાં છે.
Trending Photos
એમ્સટર્ડમઃ પયગંબર મોહમ્મદના અપમાનનેલઈને શુક્રવારે દેશમાં ઘણી જગ્યાએ જુમાની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પણ બબાલ જોવા મળી હતી. ટોળાએ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં ડીએમ સહિત ઘણા અધિકારીઓને ઈજા થઈ હતી. હવે આ પથ્થરમારાને લઈને ડચ સાંસદ ગિર્ટ વિલ્ડર્સે ફરી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કર્યું છે અને પથ્થરમારો કરનારને આતંકવાદી ગણાવ્યાં છે.
ડચ સાંસદે ટ્વીટ કર્યું, 'માત્ર ગુનેગાર અને આતંકવાદી પોતાની ધાર્મિક અસહિષ્ણુતા અને રોષ વ્યક્ત કરવા માટે રસ્તા પર હિંસા કરે છે. અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ થવાનું બંધ કરો. આપણે જીવનને વહાલ કરીએ છીએ, તેઓ મૃત્યુને ચાહે છે. આપણે આઝાદીનું સમર્થન કરીએ છીએ. વીર નૂપુર શર્મા અમારૂ પ્રતીક છે. તેનું સમર્થન કરો. ગિર્ટ બિલ્ડર્સ આ વિવાદમાં શરૂઆતથી નૂપુર શર્માનું સમર્થન કરી રહ્યાં છે.
Only criminals and terrorists use street violence to express their religious intolerance and hate. Stop being tolerant to the intolerant. We cherish life, they cherish death. We support freedom and the heroic #NupurSharma is a symbol of our strength. Support her!
— Geert Wilders (@geertwilderspvv) June 11, 2022
નોંધનીય છે કે જ્યારથી નૂપુર શર્માની ટિપ્પણી બાદ આ વિવાદ શરૂ થયો ત્યારથી ડચ સાંસદ સતત તેનું સમર્થન કરી રહ્યાં છે. નેધરલેન્ડના સાંસદ વિલ્ડર્સ દેશની સૌથી મોટી ત્રીજી પાર્ટીના સંસ્થાપક છે. તેમણે કહ્યું હતું કે આ હાસ્યાસ્પદ છે કે ઇસ્લામિક દેશ નૂપુર શર્માના સત્ય જણાવવાથી નારાજ છે. તેમણે કહ્યું હતું કે જે દેશ નૂપુર શર્માને માફી માંગવાનું કહી રહ્યાં છે તેનો માનવાધિકારનો ટ્રેક રેકોર્ડ ખુબ ખરાબ છે.
આ પણ વાંચોઃ Video : સમુદ્રમાંથી મળ્યું ''$17 બિલિયનનું સોનું''...જહાજોના કાટમાળમાં 200 વર્ષથી છુપાયેલું હતું: રિપોર્ટ
તેમણે કહ્યું કે આ દેશોમાં જો તમે હિન્દુ, હૂદી કે ઈસાઈ છો કે પછી પોતાના ઇસ્લામ છોડવાનો પ્રયાસ કર્યો તો તમારે જેલમાં પણ જવું પડી શકે છે અને હત્યા પણ થઈ શકે છે. તેમણે ભાજપની પૂર્વ પ્રવક્તાનું સમર્થન કરતા કહ્યું કે મેં ટીવી ક્લિપ જોઈ છે. ડિબેટ દરમિયાન એક વ્યક્તિ હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવી રહ્યો હતો, જેના પર તેણે ગુસ્સામાં જવાબ આપ્યો છે. તેણે જે કહ્યું તે સત્ય છે. સત્યથી કોઈની ધાર્મિક ભાવનાને કેમ ઠેંસ પહોંચી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે