ભારત-ચીન તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- સ્થિત ખૂબ મુશ્કેલ

લદ્દાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન સૈનિકોની હિંસક ઝપાઝપી પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે સ્થિતિ એકદમ મુશ્કેલ છે. અમે ભારત અને ચીન બંને સાથે વાત કરી રહ્યા છીએ.  

ભારત-ચીન તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- સ્થિત ખૂબ મુશ્કેલ

વોશિંગ્ટન: લદ્દાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન સૈનિકોની હિંસક ઝપાઝપી પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે સ્થિતિ એકદમ મુશ્કેલ છે. અમે ભારત અને ચીન બંને સાથે વાત કરી રહ્યા છીએ.  

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિતિ અંગે તમારું શું કહેવું છે કે તો તેમણે કહ્યું કે 'આ ખૂબ મુશ્કેલ સ્થિતિ છે. અમે ભારતની સાથે વાત કરી રહ્યા છીએ, અમે ચીન સાથે વાત કરી રહ્યા છીએ. તેમની વચ્ચે મોટી સમસ્યા થઇ ગઇ છે. તેમની વચ્ચે ઝપાઝપી થઇ રહી છે. અમે જોઇશું શું કરી શકીએ, અમે તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 

— ANI (@ANI) June 20, 2020

આ પહેલાં અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપિયોએ કહ્યું હતું કે ચીની સેના ભારતી સીમા પર તણાવ છે. તેમણે ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીને દુષ્ટતા કરનાર પાર્ટી કહી હતી. ગલવાનની આ ઘટના પર વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મૈકનીએ કહ્યું હતું કે 'રાષ્ટ્રપતિ આ વિશે જાણે છે.

અમે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથે ભારત અને ચીની સેના વચ્ચેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે મોતને ભેટેલા સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે અમેરિકાની સાથે મધ્યસ્થ થવાની ભૂમિકા ભજવનાર વિચારને પણ નકારી કાઢી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news