ટ્રમ્પે ઇરાનને આપી ચેતવણી, કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પે ઇરાનને મોટો પડકાર આપત કહ્યું છે ક, જો અમેરિકાના હિતો પર હુમલો કર્યો છે તો તેને ‘નષ્ટ’ કરવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ઈરાન યુદ્ધ કરવા ઇચ્છે છે, તો તે ઈરાનનો સત્તાવાર અંત હશે.

ટ્રમ્પે ઇરાનને આપી ચેતવણી, કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પે ઇરાનને મોટો પડકાર આપત કહ્યું છે ક, જો અમેરિકાના હિતો પર હુમલો કર્યો છે તો તેને ‘નષ્ટ’ કરવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ઈરાન યુદ્ધ કરવા ઇચ્છે છે, તો તે ઈરાનનો સત્તાવાર અંત હશે. અમેરિકાને હવે પછી ક્યારે ધમકી ના આપતા. જણાવી દઇએ કે, ઘણા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે. અમેરિતાએ ઈરાનથી ખતરાને ધ્યાનમાં રાખી ખાડીમાં એરક્રાફ્ટ અને બી-52 બોમ્બ વર્ષક તૈનાત કર્યો છે.

આ વચ્ચે, ઈરાનના વિદેશ મત્રી મોહમ્મદ ઝવાદ ઝરીફે ચીનની તેમની યાત્રાના અંતમાં સરકારી સંવાદ સમિતિ આઇઆરએનએથી શનિવારે કહ્યું હતું કે, અમે આ વાતને લઇને નિશ્ચિત છે કે, કોઇ યુદ્ધ થશે નહીં કેમકે, અમે યુદ્ધ નથી ઇચ્છતા અને કોઈ ભ્રમ નથી કે તે આ ક્ષેત્રમાં ઇરાનનો સામનો કરી શકે છે. ઇરાન અને અમેરિકા વચ્ચે સંબંધ ગત વર્ષ તે સમયે વધુ ખરાબ થયા હતા, જ્યારે ટ્રમ્પ સરકાર 2015ના પરમાણુ કરારથી પાછળ હટી ગઇ હતી અને તેમણે ઇરાન પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈરાન સાથે એક પરમાણુ કરાર કર્યો હતો. જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2015માં પૂર્ણ કરી દીધો અને ઈરાન પર કડક પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા ઘણી પ્રભાવિત થઇ હતી અને ભારત, ચીન અને પાકિસ્તાન જેવા દેશોથી તેલ આયાતમાં મળી રહેલી છૂટ પણ સમાપ્ત થઇ ગઇ હતી. ત્યારથી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ખરાબ ચાલી રહ્યાં છે.
(ઇનપુટ: ભાષા)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news