અમેરિકી સરકારના ફાલતુ ખર્ચા રોકશે એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
ટ્રમ્પે જાહેરાત કરી છે કે એલન મસ્ક ભારતીય મૂળના વિવેક રામાસ્વામી સાથે મળીને નવા સરકારી દક્ષતા વિભાગ (DOGE)નું નેતૃત્વ કરશે. એલન મસ્કે સોશિયલ મીડિયા એક્સ દ્વારા આ જાણકારી આપી.
Trending Photos
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટીમ બનાવવામાં લાગ્યા છે. અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી 2025ના રોજ થશે. પરંતુ તે પહેલા તેમણે ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સના સીઈઓ એલન મસ્કને મોટી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે એલન મસ્ક ભારતીય મૂળના વિવેક રામાસ્વામી સાથે મળીને નવા સરકારી દક્ષતા વિભાગ (DOGE)નું નેતૃત્વ કરશે. એલન મસ્કે સોશિયલ મીડિયા એક્સ દ્વારા આ જાણકારી આપી.
મસ્કને મહાન અને રામાસ્વામીને ગણાવ્યા દેશભક્ત
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક અધિકૃત નિવેદનમાં કહ્યું કે 'મને એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મહાન એલન મસ્ક, અમેરિકી દેશભક્ત વિવેક રામાસ્વામી સાથે મળીને સરકારી દક્ષતા વિભાગ (DOGE)નું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, આ બંને અદભૂત અમેરિકી મળીને મારા પ્રશાસન માટે સરકારી નોકરશાહીને ખતમ કરવા, બિનજરૂરી વિનિયમનોને ઓછા કરવા, ફાલતું ખર્ચા ઓછા કરવા અને ફેડરેલ એજન્સીઓના પુર્નગઠનનો માર્ગ પ્રશસ્ત કરશે જે 'સેવ અમેરિકા' આંદોલન માટે જરૂરી છે. તેનાથી સમગ્ર વ્યવસ્થામાં હડકંપ મચી જશે અને સરકારી બરબાદીમાં સામેલ તમામ લોકો, જે અનેક છે તેઓ સ્તબ્ધ રહી જશે.'
DOGE મોટા પાયા પર સંરચનાત્મક સુધાર લાવવા માટે અને સરકાર પ્રત્યે ઉદ્યમશીલ દ્રષ્ટિકોણ વિક્સિત કરવા માટે વ્હાઈટ હાઉસ અને મેનેજમેન્ટ તથા બજેટ કાર્યાલય સાથે ભાગીદારી કરશે. તેમણે કહ્યું કે, 'આ સંભવીત રીતે આપણા સમયનો 'મેનહટ્ટન પ્રોજેક્ટ' બની જશે. રિપબ્લિકન રાજનેતા ઘણા લાંબા સમયથી 'DOGE' ના ઉદ્દેશ્યો વિશે સપના જોઈ રહ્યા છે. આ પ્રકારના મોટા ફેરફારને આગળ વધારવા માટે, સરકારી દક્ષતા વિભાગ સરકારને બહારથી સલાહ અને માર્ગદર્શન આપશે અને મોટા પાયે સંરચનાત્મક સુધારને આગળ વધારવા અને સરકાર માટે એક વ્યવસાયી દ્રષ્ટિકોણ બનાવવા માટે વ્હાઈટ હાઉસ અને મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલય સાથે ભાગીદારી કરશે જે પહેલા ક્યારેય જોવા નથી મળ્યું.'
— Elon Musk (@elonmusk) November 13, 2024
એલન મસ્ક ઘટાડશે ફાલતું ખર્ચા
હું એલન મસ્ક અને વિવેક રામાસ્વામી પાસેથી ફેડરલ નોકરશાહીમાં ફેરફાર કરવાની આશા રાખુ છું જેથી કરીને દક્ષતા પર ધ્યાન આપી શકાય અને આ સાથે જ તમામ અમેરિકનો માટે જીવન સારું બનાવી શકાય. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અમે આપણા વાર્ષિક 6.5 ટ્રિલિયન ડોલરના સરકારી ખર્ચમાં હાલ મોટા પાયે થતી બરબાદી અને ફ્રોડને ખતમ કરી દઈશું. તેઓ આપણી અર્થવ્યવસ્થાને મુક્ત કરવા માટે મળીને કામ કરશે અને અમેરિકી સરકારને 'આપણા લોકો' પ્રત્યે જવાબદાર બનાવશે. તેમનું કામ 4 જુલાઈ 2026 પહેલા ખતમ થઈ જશે. વધુ દક્ષતા અને ઓછી નોકરશાહી સાથે , આ અમેરિકાને સ્વતંત્રતાની જાહેરાતની 250મી વર્ષગાંઠ પર એક સારી ભેટ હશે. મને વિશ્વાસ છે કે તેઓ સફળ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે