ચોંકાવનારો કિસ્સો: મહિલાના સ્તનની સાઈઝ અચાનક વધી ગઈ, ડોક્ટરે કહ્યું-'આ તો શરીરની ચરબી' પણ પછી જે થયું....
Trending Photos
તમે એવા અનેક કિસ્સા જાણ્યા હશે કે જેમાં ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીઓએ ગંભીર પરિણામો સુદ્ધા ભોગવવા પડ્યા છે. આવો જ એક મામલો ક્યૂબાનો છે. જ્યાં એક ડોક્ટરે દર્દીને એવું આશ્વાસન આપ્યું હતું કે તેનો કોઈ ગંભીર બીમારી નથી પરંતુ ત્યારબાદ મહિલાને એડવાન્સ કેન્સરથી પીડિત હોવાની જાણકારી મળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાત જાણે એમ છે કે ડોક્ટરે મહિલાને જણાવ્યું હતું કે તેના શરીર પર વધારાની ચરબી છે જે બાદમાં કેન્સર નીકળ્યું. જાણો સમગ્ર મામલો.
શું કહે છે મહિલા
એક અંગ્રેજી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં એડલિની મેરી ડી ઓલિવેરાએ કહ્યું કે તેને પોતાના સ્તનમાં ખુબ દુ:ખાવો મહેસૂસ થતા 2019માં એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળી. તેની પુત્રીએ ફક્ત તેના સ્તન પર હાથ મૂક્યો ત્યારે તેને આવો જોરદાર દુ:ખાવો મહેસૂસ થયો હતો. મહિલાએ ત્યારબાદ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું, સીટી સ્કેન કરાવ્યું પરંતુ ડોક્ટરે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી બસ તેણે થોડું વજન ઉતારવાની જરૂર છે.
હાથ મૂવમેન્ટ બંધ થઈ ગઈ
ડોક્ટરની આ વાત જાણીને મહિલાએ પોાતની તપાસ કરાવી અને બીજા ડોક્ટર સાથે મુલાકાત કરી. ફરીથી ડોક્ટરોએ એવું કહ્યું કે તેના શરીર પર ચરબી વધી ગઈ છે. આ બધુ સાંભળ્યા બાદ મહિલાએ તે ચરબીનો થર લાગતી તે ગાંઠ બહાર કાઢવા માટે સર્જરીની માગણી કરી પરંતુ ડોક્ટરોએ તેને વિચાર બદલવાનું કહ્યું. તેણે જણાવ્યું કે હું ઘરે ગઈ અને ધીરે ધીરે મારા સ્તન ખુબ વધી ગયા, તેમાં દુ:ખાવો પણ થવા લાગ્યો. એટલું જ નહીં મારા જમણો હાથ સુદ્ધા હલન ચલન કરતો અટકી ગયો હતો.
ત્રણ મહિના બાદ કેન્સરની જાણ થઈ
ત્રણ મહિના સુધી સતત લક્ષણ ઝેલ્યા બાદ મહિલાએ ફરીથી સ્પેશિયાલિસ્ટને દેખાડ્યું, ત્યારબાદ તેને કેન્સર હોસ્પિટલ માટે રેફર કરી દેવાઈ પરંતુ આ વખતે તેને એડવાન્સ સ્ટેજના બ્રેસ્ટ કેન્સર અંગે જાણ થઈ.
બંને સ્તન કાઢવા પડ્યા
ત્યારબાદ મહિલાની સર્જરી કરવામાં આવી અને તેના બંને સ્તન કાઢી નાખવા પડ્યા. પછી તેને કીમોથેરાપી અને રેડિએશન સારવાર અપાઈ. મહિલા હજુ પણ જીવન માટે લડી રહી છે અને ડોક્ટરોની બેદરકારી વિરુદ્ધ લડત લડી યોગ્ય વળતરની માગણી કરી રહી છે. મહિલાએ કહ્યું કે મારા બાળકો અને હું ખુબ રડ્યા છીએ. હું તેમની સુરક્ષા સમયે મજબૂત રહેવાની કોશિશ કરું છું. હું ઈચ્છુ છું કે મારું ઘર ચલાવવા માટે ડોનેશન મળે. અત્યાર સુધી હું મારી બે બહેનો સાથે રહું છું.
(અહેવાલ સાભાર- ધ હેલ્થસાઈટ ડોટ કોમ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે