વડોદરાના ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની હત્યા

વડોદરામાંથી એક હત્યાના સમાચાર સામે આવ્યા છે. જૂની અદાવતમાં ત્રણ લોકોએ મળી એક યુવકની હત્યા કરી છે. 

વડોદરાના ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની હત્યા

વડોદરાઃ રાજ્યમાં ગુનાઓની ઘટનાઓ સતત વધી રહી છે. હત્યાની ઘટનાઓ તો સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હવે વડોદરામાં એક હત્યાની ઘટના સામે આવી છે. ગોત્રી વિસ્તારના કિશન કોમ્પ્લેક્સ પાડે મોડી રાત્રે એક યુવકની હત્યા કરવામાં આવી છે. જે યુવકની હત્યા થઈ તેનું નામ વિશાલ માળી હોવાનું સામે આવ્યું છે. 

મોડી રાત્રે થઈ હત્યા
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કિશન કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા જૂની અદાવતમાં કરવામાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જયેશ માળી, ગીતા માળી અને સુમિત્રા માળીએ માર મારીને યુવકની હત્યા કરી છે. જે યુવકની હત્યા થઈ તેનું નામ વિશાલ માળી છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news