અહીં એક કપ ચાના ભાવમાં મળે છે 4 લીટર પેટ્રોલ, શું તમને ખબર છે આ જગ્યાનું નામ?
એક કપ ચાના ભાવે જો તમે ચાર લીટર પેટ્રોલ મળે તો શું કરો? ખુશ ખુશ થઈ જાઓ કે નહીં. દુનિયામાં સૌથી સસ્તા પેટ્રોલના ભાવ આજે અઢી રૂપિયાથી પણ ઓછા છે અને આપણા દેશમાં એક ચાની સરેરાશ કિંમત લગભગ 10 રૂપિયા જેટલી છે.
Trending Photos
એક કપ ચાના ભાવે જો તમે ચાર લીટર પેટ્રોલ મળે તો શું કરો? ખુશ ખુશ થઈ જાઓ કે નહીં. દુનિયામાં સૌથી સસ્તા પેટ્રોલના ભાવ આજે અઢી રૂપિયાથી પણ ઓછા છે અને આપણા દેશમાં એક ચાની સરેરાશ કિંમત લગભગ 10 રૂપિયા જેટલી છે. આ રીતે જોઈએ તો જ્યાં પેટ્રોલ 2.37 રૂપિયે લીટર વેચાઈ રહ્યું છે ત્યાં આપણા ત્યાં એક કપ ચાના ભાવમાં જોઈએ તો ચાર લીટર જેટલું પેટ્રોલ આવી જાય.
અમે જે દેશની વાત કરીએ છીએ તે છે ઈરાન. અહીં એક લીટર પેટ્રોલની કિંમત globalpetrolprices.com પર આપવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ ભારતીય ચલણમાં 2.37 રૂપિયા જેટલી થાય છે. સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં વેચાય છે. અહીં એક લીટર પેટ્રોલ માટે 258.48 રૂપિયા ખર્ચ કરવા પડે. જ્યારે આપણા દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 113.44 રૂપિયે લીટર છે. આમ તો આજે ભારતમાં જો સૌથી સસ્તું પેટ્રોલ જોઈએ તો પોર્ટબ્લેયરમાં 84.10 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 79.74 રૂપિયા છે. જ્યારે પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની સરેરાશ કિંમત 81.66 રૂપિયા (ભારતીય કરન્સી પ્રમાણે) (ત્યાં મુજબ 275.62 રૂપિયા) છે.
ભારતમાં પેટ્રોલનો ભાવ
સરકારી ઓઈલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓએ રોજની જેમ આજે સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 651માં દિવસે પણ ઓઈલના ભાવમાં કોઈ ફેરફાર નથી. બીજી બાજુ બ્લુમબર્ગ એનર્જી પર અપાયેલા તાજા અપડેટ મુજબ બ્રેન્ટ ક્રૂડનો એપ્રિલ વાયદો 81.41 ડોલર પ્રતિ બેરલ પર આવ્યો છે. જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ 76.28 ડોલર પ્રતિ બેલર છે.
પાડોશી દેશોમાં ભાવ
આજુબાજુના દેશોની વાત કરીએ તો નેપાળમાં પેટ્રોલ હવે 107.44 રૂપિયા પ્રતિ લીટર થયું છે. જ્યારે ભારતમાં સરેરાશ રેટ 104.18 રૂપિયા છે. શ્રીલંકામાં પણ પેટ્રોલનો ભાવ 121.17 રૂપિયા પ્રતિ લીટર છે. આ બધા આંકડા ભારતીય ચલણ પ્રમાણે આપવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 85.74 રૂપિયા પ્રતિ લીટર છે. માલદીવમાં 77.13 રૂપિયા, ભૂતાનમાં 67.58 રૂપિયા અને બાંગ્લાદેશમાં 94.40 રૂપિયા પ્રતિ લીટર છે. ચીનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 96.89 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે