દાઉદની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ના હ્રદયમાં વસે છે આ હેન્ડસમ રાજનેતા, જાણો શું કહ્યું? 

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં હયાતે ઈશારા ઈશારામાં સ્પષ્ટ કર્યું કે તે કોને પસંદ કરે છે. તેનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. હયાતને તેના જીવનસાથી અંગે  પૂછવામાં આવ્યું હતું, તેના જવાબથી જે રાજનેતાનું નામ ઉછળ્યું તેના કારણે દાઉદની આ ગર્લફ્રેન્ડ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. 

દાઉદની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ના હ્રદયમાં વસે છે આ હેન્ડસમ રાજનેતા, જાણો શું કહ્યું? 

ઈસ્લામાબાદ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગર્લફ્રેન્ડ મહવિશ હયાત(Mahwish hayat) એક રાજનેતાને પોતાની દિલ આપી બેઠી છે. ભલે તે સાર્વજનિક રીતે પોતાના આ નવા પ્રેમની જાહેરાત ન કરે પરંતુ તેની વાતોથી સ્પષ્ટ છે કે તેના હ્રદયમાં દાઉદ સિવાય અન્ય કોઈ જગ્યા બનાવી બેઠું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં હયાતે ઈશારા ઈશારામાં સ્પષ્ટ કર્યું કે તે કોને પસંદ કરે છે. તેનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. હયાતને તેના જીવનસાથી અંગે  પૂછવામાં આવ્યું હતું, તેના જવાબથી જે રાજનેતાનું નામ ઉછળ્યું તેના કારણે દાઉદની આ ગર્લફ્રેન્ડ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. 

રંગનું કોઈ મહત્વ નથી
BOLNews ને આપેલા ઈન્ટરવ્યુમાં મહવિશ હયાતે કહ્યું કે તેને વધુ હાઈટવાળા છોકરા ગમે છે. તેણે એમ પણ કહ્યું કે તેના માટે યુવકનો રંગ કોઈ મહત્વ ધરાવતો નથી. જ્યારે રિપોર્ટરે હયાતને પૂછ્યું કે શું તે એ વ્યક્તિ વિશે વાત કરી રહી છે કે જે હાલમાં જ પાકિસ્તાની રાષ્ટ્રીય એસેમ્બલીનો સભ્ય બની ગયો? મહવિશે તરત જવાબ આપ્યો કે શું તમે બિલાવલ અંગે વાત વાત કરી રહ્યા છો?

Bilawal Bhutto ના ભરપેટ વખાણ
સવાલના જવાબમાં હયાતનો સવાલ સાંભળીને રિપોર્ટરે કહ્યું કે તે બિલાવલ ભુટ્ટો ઝરદારી વિશે વાત કરતી નથી પરંતુ જો હું બિલાવલ સાથે તમારા લગ્ન અંગે વાત કરું તો? જેના પર હયાતે શરમાઈને કહ્યું કે 'હું આ પ્રસ્તાવનો કદાચ વિરોધ કરતી'. જો કે ત્યારબાદ તેણે બિલાવલના ખુબ વખાણ કર્યા. જેનાથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે તેના હ્રદયમાં બિલાવલ માટે ખાસ જગ્યા છે. અત્રે જણાવવાનું કે બિલાવલ ભુટ્ટો ઝરદારી પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ છે. 

આ રીતે શરૂ થઈ રિલેશનશીપ
મહવિશ હયાત દાઉદની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. તે ડોનથી 27 વર્ષ નાની છે. બંને વચ્ચેના સંબંધની ચર્ચા ગત વર્ષે શરૂ થઈ હતી જ્યારે મહવિશને નાગરિક સન્માન 'તમગા-એ ઈમ્તિયાઝ' આપવા પર સવાલ ઉઠ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો દાઉદ મહવિશનું એક આઈટમ સોંગ જોઈને તેના પર ફિદા થઈ ગયો હતો. ત્યારબાદ તેણે મહવિશને અનેક મોટા પ્રોજેક્ટ્સ અપાવવામાં મદદ કરી હતી. એમ પણ કહેવાય છે કે ડોનના ઈશારે જ હયાતને આ સન્માન અપાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news