યુવતી પર ચઢી ગયો મગર! યુવતીને મજા પડી તો જમીન પર આળોટીને મગર સાથે એન્જોય કરવા લાગી! જુઓ Video

યુવતી સામે આવતા જ મગર ચડી ગયો તેના માથે અને પછી જે થયું તે જોઈને સૌ કોઈને નવાઈ લાગી….. તમે પણ આ ઘટના અંગે નો વિડિઓ જુઓ.

યુવતી પર ચઢી ગયો મગર! યુવતીને મજા પડી તો જમીન પર આળોટીને મગર સાથે એન્જોય કરવા લાગી! જુઓ Video

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજ કાલ સોશિયલ મીડિયાના જમાનામાં જાત-જાતના વીડિયો વાયરલ થતા હોય છે. ફેસબુક હોય કે ઈસ્ટાગ્રામ, યુ ટ્યુબ હોય કે ટ્વીટર તમામ માધ્યમો પર લોકો વિવિધ પ્રકારના વીડિયો શેર કે પોસ્ટ કરતા હોય છે. ત્યારે આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ થયેલાં આ વીડિયોમાં અચાનક મગર યુવતી પર ચઢી ગયો! સાંભળીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે.

આશ્ચર્યની વાત તો એ છેકે, આ યુવતી પર મગર ચઢી ગયો હતો, મગર યુવતીના આખા શરીરને કવર કરીને તેની ઉપર પથરાઈ ગયો હતો, જોકે, તેમ છતાં આ યુવતીને કોઈ વાતનો ડર નહોતો. ડરવાને બદલે આ યુવતીને પણ મજા પડી ગઈ અને યુવતી પણ જમીન પર આળોટીને એન્જોય કરવા લાગી! ઈસ્ટાગ્રામ પર આ વીડિયો સૌથી પહેલાં શેર કરવામાં આવ્યો હતો. યુવતીએ પોતે જ પોતાના ઈસ્ટા અકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો હતો. અને જોતજોતામાં ગણતરીના કલાકોમાં દેશ અને દુનિયાભરમાં વાયુવેગે આ વીડિયો વાયરલ થઈ ગયો.

ઉલ્લેખનીય છેકે, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર માનવી ફક્ત એકલો જ નથી કે જે વસવાટ કરે છે. પરંતુ મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવો પણ આ સમગ્ર વિશ્વમાં વસવાટ કરે છે. આ પૈકી અમુક જીવો ઘણા જ ખૂંખાર હોઈ છે કે જેને જોતા લોકોના મનમાં ઘણો ડર ઉદભવે છે. આ પૈકી એક જીવ મગર છે. આપણે સૌ જાણીએ છીએ કે મગર ઘણો જ ખૂંખાર જીવ છે. તે પોતાના શિકાર ને એક વાર પકડી લે પછી તેને જીવતો છોડતો નથી. જો કોઈ વ્યક્તિ પાસે કે આસ પાસ મગર આવે તો લોકો માં તેના ભઈ ના કારણે ભાગ દોડ મચી જાય છે. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આ જીવથી દૂર ભાગવા લાગે છે. પરંતુ આપને એવું જણાવવામાં આવે કે કોઈ વ્યક્તિ મગર ની મિત્ર છે તો? કદાચ તમને નવાઈ લાગશે કે આ ખૂંખાર જીવ કોઈનો મિત્ર કઈ રીતે હોઈ શકે. પરંતુ આ બાબત સાચી છે.
 

 

એક એવો પાર્ક છે કે જ્યાં મગરને પાળવામાં આવે છે અને આ પાર્ક ના લોકો આ મગર સાથે નાના બાળકો ની જેમ રમત રમતા હોય છે. અહીંના લોકોમાં આ મગર ને લઈને ડર જોવા મળતો નથી. વળી તમને જાણીને નવાઈ લાગશે કે આ મગર કે જેને ઘણો જ ખૂંખાર માનવામાં આવે છે તે પણ અહીંના લોકોને કોઈ નુકસાન પહોંચાડતો નથી. જો વાત આ પાર્ક અને આ મગર વિશે કરીએ તો તે આ પ્રમાણે છે. આ યુવતી અહીં તમને મગરના બચ્ચાંને હાથમાં લઈને રમતી જોવા મળશે. આ ઉપરાંત તે કાંચિડો, પાટલા ઘો અને કાચબાના બચાને પણ હાથમાં પકડીને રમાડતી જોવા મળે છે. તેણે પોતાના ઈંસ્ટા અકાઉન્ટમાં આ તમામ વીડિયો મુકેલાં છે.

જો કે તમને જણાવી દઈએ કે આ ચીડિયા ઘર નો એક વિડિઓ પણ હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ માં જોઈ શકાય છે કે એક મગર એક યુકતીને જોઈને તેના પર ચડી જાય છે અને તેને ગળે મળે છે જો કે આ વખતે યુવતી પણ આ મગર ને આવું કરતા રોકતી નથી. આમ આ યુવતી પોતાનું જીવન જોખમ માં મૂકી દે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મગર યુવતીને જરા પણ ઇજા પહોંચાડતો નથી.
 

 

જો વાત આ મહિલા વિશે કરીએ તો તેનું નામ જુલિએટ બ્રેવર છે. કે જેઓ આ ઝૂમાં દેખભાળ કરવાનું કામ કરે છે. વળી આ ઝૂના લોકો આ મગર ને ડાર્થ ગેટોરે ના નામથી ઓળખે છે જયારે આ મગર આ યુવતી પર ચડી જાય છે ત્યારે આ ઘટના અંગે નો વિડિઓ તેમની સાથે કામ કરતા એક અન્ય સાથીદાર ઉતારી લે છે જયારે આ સાથી વ્યક્તિ મગર ને પકડવાની કોશિશ કરે છે ત્યારે જુલિએટ તેને આવું કરવાની ના પાડે છે. અને તે મગરને પોતાના પર ચડવા દે છે. જયારે મગર તેના પરથી ઉતરે છે ત્યારે આ યુવતી ચેન ની શ્વાસ લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news