ઈન્ટરપોલની ચેતવણી, દુનિયાના દિગ્ગજ રાજનેતાઓ પર મોટું જોખમ 

દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona Virus) નું જોખમ હજુ ટળ્યું નથી. કેટલાક દેશોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. તેનાથી હાલાત એકવાર ફરીથી ગંભીર બનવા લાગ્યા છે. આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે દાવો કર્યો છે કે દિગ્ગજ રાજનેતાઓને કોરોના સંક્રમત પત્રો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. 
ઈન્ટરપોલની ચેતવણી, દુનિયાના દિગ્ગજ રાજનેતાઓ પર મોટું જોખમ 

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona Virus) નું જોખમ હજુ ટળ્યું નથી. કેટલાક દેશોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. તેનાથી હાલાત એકવાર ફરીથી ગંભીર બનવા લાગ્યા છે. આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે દાવો કર્યો છે કે દિગ્ગજ રાજનેતાઓને કોરોના સંક્રમત પત્રો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. 

આંતરરાષ્ટ્રીય અપરાધિક પોલીસ સંગઠન ઈન્ટરપોલ (Interpol) એ દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપતા કહ્યું કે તેઓ સાવધાની રાખે. ખાસ કરીને દસ્તાવેજોને લઈને અલર્ટ રહે. ઈન્ટરપોલે દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત પત્રો દ્વારા રાજનીતિક હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. ઈન્ટરપોલે દુનિયાભરની એજન્સીઓ સહિત ભારતને પણ આ અંગે ચેતવણી ઉચ્ચારી છે. 

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત મોટા નેતાઓ નિશાના પર
ઈન્ટરપોલે એલર્ટ જાહેર કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મોટા નેતાઓને કોરોના સંક્રમિત પત્ર દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. ઈન્ટરપોલે કહ્યું કે મોટા સ્તર પર ષડયંત્ર રચાઈ રહ્યું છે.. તેનાથી એલર્ટ રહેવાની જરૂર છે. ઈન્ટરપોલે કહ્યું કે તપાસ એજન્સીઓના અધિકારીઓ, ડોક્ટર્સ અને એસેન્શિયલ વર્કર્સને ડરાવવા માટે તેમના ચહેરા પર ખાંસવાના અને થૂંકવાના ઉદાહરણ સામે આવ્યા છે. કેટલીક જગ્યાઓ પર સપાટીઓ અને વસ્તુઓ પર થૂંકવા અને ખાંસવાથી જાણીજોઈને સંક્રમણ ફેલાવવાના પ્રયત્નોની સૂચના મળી છે. 

જાણી જોઈને કોરોના ફેલાવવાની આશંકા
ઈન્ટરપોલે કહ્યું કે કેટલીક જગ્યાઓ પર આવા મામલા સામે આવ્યા છે કે  કોરોના સંક્રમણિત લોકો જાણી જોઈને આવા વિસ્તારોમાં ગયા જ્યાં કોરોના સંક્રમણના કેસ નહતા. આ સાથે જ બોડી ફ્લૂઈડ્સ (Body Fluids)ના સંક્રમિત સેમ્પલ્સને ઓનલાઈન વેચવાનો દાવો કરનારાઓની સૂચના મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news