COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ


COVID-19 Vaccine Trial: બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સીનની ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ચુકી છે. હવે તેની ટ્રાયલ બાળકો અને વૃદ્ધો પર કરવામાં આવશે. 
 

COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ

લંડનઃ કોરોના વાયરસના વધતા દર્દીઓ વચ્ચે એક સારા સમાચાર છે. કોરોના વાયરસની સારવાર માટે બ્રિટેનમાં જે વેક્સીનની ટ્રાયલ થઈ રહી છે, તે હવે બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. આ પ્રયોગ સફળ થવા પર તેને 10 હજારથી વધુ લોકો પર લગાવવાની તૈયારી કરવામાં આવી રહીછે. ભારતે પણ આ વેક્સીનના ટ્રાયલને 80 ટકા સફળ થવાની આશા વ્યક્ત કરી છે. 

મહત્વનું છે કે પાછલા મહિને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સંશોધકે વેક્સીનનો પ્રભાવ અને સુરક્ષાની તપાસ કરવા માટે એક હજારથી વધુ વોલટિઅર્સ પર તેની ટ્રાયલ કરી હતી. વૈજ્ઞાનિકોએ શુક્રવારે જાહેરાત કરી કે હવે તેમનો પ્લાન બ્રિટેનમાં બાળકો અને વૃદ્ધો સહિત 10,260 લોકો પર વેક્સીનની ટ્રાયલ કરવાનો છે. 

ઝડપથી આગળ વધી રહ્યો છે ક્લિનિકલ અભ્યાસ
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વેક્સીન વિકસિત કરવાના કામમાં લાગેલી ટીમને લીડ કરી રહેલા એંડ્રયૂ પોલાર્ડે કહ્યુ, ક્લિનિકલ સ્ટડી ખુબ સારી રીતે આગળ વધી રહી છે. અમે તે વસ્તુની તપાસ કરી રહ્યાં છીએ કે વૃદ્ધોમાં આ વેક્સીન કેટલી અસરકારક થાય છે. જેથી તેની જાણકારી મેળવી શકાય કે શું આ રસી તમામ લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે.

ક્યાં સુધી બનીને તૈયાર થશે વેક્સીન
વેક્સીન ક્યારે બનીને તૈયાર થશે, તેના પર પોલાર્ડે એક ન્યૂઝ વેબસાઇટને કહ્યુ કે, વેક્સીનને લઈને હજુ કોઈ ભવિષ્યવાણી કરી શકાય નહીં. સંપૂર્ણ રીતે સક્ષણ વેક્સીન બનીને તૈયાર થઈ જશે, તેના પર પણ તેમણે કોઈ જાણકારી આપી નથી. તેમણે કહ્યુ કે, તે જણાવવુ ખુબ મુશ્કેલ છે કે ત્યાં સુધી વેક્સીન સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને ગેટંરીની સાથે કહી શકાશે કે વેક્સીનથી મહામારીને રોકવાનું સંભવ છે. 

પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે પક્ષ ખેંચી આપ્યો જડબાતોડ જવાબ

ભારતને વેક્સીનથી આશા
તો વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈ્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ કોવિડ-19ની વેક્સીન તૈયાર થવામાં 2 વર્ષનો સમય લાગવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, સંભવ છે કે આ વર્ષના અંત સુધી વેક્સીન મળી જાય. તેમણે કહ્યુ કે, આ બધુ યૂકેની વેક્સીન ટ્રાયલ પર નિર્ભર કરે છે જે બીજા તબક્કામાં પહોંચી ચુકી છે. 

પુણે સ્થિત એસઆીઆઈ આ સમયે યૂકેની ઓક્સફોર્ડ, અમેરિકાની કોડેજેનિક્સ અને ઓસ્ટ્રેલિયાની બાયોટેક ફર્મ થેમિસ દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સીન કૈંડિડેટ્સ પર કામ કરી રહી છે. પૂનાવાલાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી સૌથી વધુ આશા દેખાડી છે કારણ કે તે ટ્રાલયમાં સૌથી આગળ જણાવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news