કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં મચાવી ભયંકર તબાહી, આ દેશોની કુલ વસ્તી કરતા પણ વધુ મૃત્યુ

કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણથી આખી દુનિયામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 30 લાખથી પાર કરી ગઈ છે.

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં મચાવી ભયંકર તબાહી, આ દેશોની કુલ વસ્તી કરતા પણ વધુ મૃત્યુ

રિયો ડી જેનેરિયા: કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણથી આખી દુનિયામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 30 લાખથી પાર કરી ગઈ છે. ભારત, બ્રાઝિલ, અને ફ્રાન્સ જેવા દેશોમાં કોરોનાનું સંક્ટ વધી રહ્યું છે. સમગ્ર દુનિયામાં રસીકરણમાં મુશ્કેલીઓ પણ આવી રહી છે. 

બે દેશોની વસ્તી કરતા પણ વધુ છે મોતનો આંકડો
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ કોરોના વાયરસથી જેટલા લોકોના મોત થયા છે તે કીવ (યુક્રેન), કારાકાસ (વેનેઝુએલા) કે મેટ્રોપોલિટન શહેર લિસ્બન (પોર્ટુગલ)ની વસ્તી બરાબર છે. આ સંખ્યા શિકાગો (27 લાખ)થી મોટા અને ફિલોડેલ્ફિયા અને ડલ્લાસ બરાબર છે. મૃતકોનો આંકડો તેનાથી વધુ પણ હોઈ શકે છે કારણ કે એવું પણ બની શકે કે સરકારો આંકડા છૂપાવી રહી હોય કે 2019ની શરૂઆતમાં ચીનના વુહાનથી શરૂ થયેલા વાયરસના અનેક કેસને પ્રાથમિક તબક્કામાં છૂપાવવામાં આવેલા હોય. 

દુનિયાભરમાં આટલા લોકો રોજ મૃત્યુ પામે છે
સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમણની સ્પીડ અને તેને કંટ્રોલમાં લાવવાના તમામ દેશોમાં તરીકા અલગ અલગ છે. સમગ્ર દુનિયામાં મોતનો સરેરાશ આંકડો દૈનિક 12 હજાર જેટલો છે અને પ્રતિદિન સાત લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમેરિકામાં કોવિડ-19થી 5,60,000 લોકોના મોત થયા છે જ્યારે વિશ્વભરમાં થયેલા દર છ મોતમાંથી એક મોત અમેરિકામાં થયું છે. 

અમેરિકા બાદ આ દેશોમાં સ્થિતિ ખરાબ
અમેરિકા બાદ બ્રાઝિલ, મેક્સિકો, ભારત અને બ્રિટનમાં મૃતકોની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકાએ આ મહિને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીના ઉપયોગ પર રોક લગાવવાની વાત કરી છે કારણ કે અધિકારીઓએ આ કારણે લોહીના ગઠ્ઠા જામવાની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને યુરોપના કેટલાક દેશોએ પણ રસી પર અસ્થાયી રોક લગાવી છે. લોહીના ગઠ્ઠા જામવાના કારણે એસ્ટ્રાજેનેકાની રસી ઉપર પણ કેટલાક દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news