કોરોના વાયરસઃ પાકિસ્તાનમાં 41 નવા કેસ, પીડિતોનો આંકડો 94 પર પહોંચ્યો
કોરોના વાયરસના વધતા મામલાને જોતા પાકિસ્તાનના પંજાબ પ્રાંતે તત્કાલ તૈયારીઓ હેઠળ તમામ જાહેર વિશ્વ વિદ્યાલયો અને હોસ્ટેલને આઇસોલેશન સેન્ટરમાં ફેરવી દીધા છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કોરોના વાયરસના ચેપના 41 નવા કેસ સામે આવવાની સાથે સોવારે દેશમાં તેનો આંકડો વધીને 94 પર પહોંચી ગયો છે. રવિવારે સુધી કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 53 હતી. તમામ નવા મામલા દક્ષિણી સિંધ પ્રાંતમાં સામે આવ્યા, જ્યાં સરકારના પ્રવક્તા મુર્તજા વહાબે કહ્યું કે, આ તે લોકો છે, જેને ઇરાનની સરહદ પર તાફતાનથી સિંધ સ્થાળાંતરિત કરવામાં આવ્યા હતા.
વહાબે કહ્યું, 'અન્ય પરિણામ આવ્યા છે. આ રીતે સિંધમાં પીડિતોની સંખ્યા 76 સુધી પહોંચી ગઈ છે. આ 76 દર્દીઓમાંથી 2ના સ્વાસ્થ્યમાં સુધાર થયો અને બાકી 74 લોકોને અલગ રાખવામાં આવ્યા છે.' હાલના નવા મામલા જોડાયા બાદ દેશમાં આંકડો 94 સુધી પહોંચી ગયો છે.
આ વચ્ચે સરકાર મહામારીના પ્રસારના નિવારણ માટે પગલાં ભરી રહી છે. તેને ધ્યાનમાં રાખતા પંજાબ પ્રાંતે તત્કાલ તૈયારીઓ હેઠળ તમામ જાહેર વિશ્વ વિદ્યાલયો અને હોસ્ટેલને આઇસોલેશન સેન્ટરમાં ફેરવી દીધા છે.
કોરોના વાયરસને કારણે પાકિસ્તાને તમામ શૈક્ષણિક સંસ્થાઓને પાંચ એપ્રિલ સુધી બંધ રાખવાનો પણ આદેશ આપ્યો છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને શનિવારે કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે ભરવામાં આવી રહેલા પગલાંની વ્યક્તિગત રૂપે નજર રાખી રહ્યાં છે.
તેમણે ટ્વીટર પર લખ્યું કે, કોરોનાનો સામનો કરવાના ઉપાયો વિશે લોકોને વિશ્વાસમાં લેવા માટે જલદી દેશને સંબોધિત કરશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે