કોરોના વાયરસ: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 345 મૃત્યુ, 18000 નવા કેસ

ઈટાલી અને સ્પેન બાદ હવે દુનિયાની મહાશક્તિ અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પીડાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં ઘાતક કોરોના વાયરસ કોવિડ-19ના કારણે 345 લોકોના મોત થયા છે. જ્યારે આ સંક્રમણના 18000 નવા કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં આ વાયરસના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1550 ની નજીક પહોંચી ગઈ છે. જ્યારે એક લાખથી વધુ લોકો તેની ચપેટમાં આવ્યાં છે. 
કોરોના વાયરસ: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 345 મૃત્યુ, 18000 નવા કેસ

વોશિંગ્ટન: ઈટાલી અને સ્પેન બાદ હવે દુનિયાની મહાશક્તિ અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પીડાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં ઘાતક કોરોના વાયરસ કોવિડ-19ના કારણે 345 લોકોના મોત થયા છે. જ્યારે આ સંક્રમણના 18000 નવા કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં આ વાયરસના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1550 ની નજીક પહોંચી ગઈ છે. જ્યારે એક લાખથી વધુ લોકો તેની ચપેટમાં આવ્યાં છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ઓટોમોબાઈલ કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડને હવે ગાડીઓના નિર્માણની જગ્યાએ વેન્ટિલેટર મશીનો બનાવવાનું કહ્યું છે. વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોવિડ-19 અમેરિકામાં જંગલમાં લાગેલી આગની ઝડપથી ફેલાઈ રહ્યો છે.

— AFP news agency (@AFP) March 27, 2020

ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત થયું છે. અમેરિકાના કુલ સંક્રમણના કેસોમાંથી અડધાથી વધુ અહીંથી છે. એવા અહેવાલો છે કે ન્યૂયોર્કની હોસ્પિટલોમાં હવે ઓક્સિજન, કેથિટર (નળીઓ) અને દવાઓની પણ અછત વર્તાઈ રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં અનેક વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે જો ન્યૂયોર્કમાં સ્થિતિ નિયંત્રણમાં ન આવી તો અહીં ચીનના વુહાનથી પણ ગંભીર હાલાત પેદા થઈ શકે છે. 

જુઓ LIVE TV

અર્થવ્યવસ્થા સંભાળવવા માટે 2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બગડી રહેલી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર પાછી લાવવા માટે 2 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી છે. અમેરિકી અર્થવ્યવસ્થાના આધુનિક ઈતિહાસમાં આ સૌથી મોટું રાહત પેકેજ છે. આ રાહત પેકેજ હેઠળ સરકાર અર્થવ્યવસ્થાને કોરોનાના સંકટથી બહાર કાઢવા મા્ટે બેરોજગારોને વ્યક્તિગત લાભ, ચૂકવણી, રાજ્યોને પૈસા અને વેપાર જગતને જરૂરી રાહત મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news