પ્લીઝ મોદી જી! અમને બચાવી લો... ક્રૂજ પર ફસાયેલા ભારતીયોએ મોકલ્યો સંદેશ


ક્રૂ મેમ્બર વીડિયોમાં કહી રહ્યો છે, 'અમે ખુબ ડરેલા છીએ. જલદીથી જલદી અમારી મદદ કરવામાં આવે. આ સમયે ક્રૂઝ પર 3200 લોકો છે, જેમાં માત્ર 500 લોકોના સેમ્પલની તપાસ થઈ છે. અમારામાંથી કોઈ સેમ્પલની તપાસ કરવામાં આવી નથી.'

પ્લીઝ મોદી જી! અમને બચાવી લો... ક્રૂજ પર ફસાયેલા ભારતીયોએ મોકલ્યો સંદેશ

નવી દિલ્હી/ટોક્યોઃ કોરોના વાયરસના ચેપ વચ્ચે જાપાનના ''ડાયમંડ પ્રિન્સેસ' લક્ઝરી ક્રૂઝ' પર ફસાયેલા ભારતીયોએ વીડિયો સંદેશ મોકલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માટે વિનંતી કરી છે. ક્રુઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમારે સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા વીડિયો સંદેશમાં કહ્યું કે, તે ખુબ ડરેલા છે અને જલદીમાં જલદી તેમને કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે. 

'અમાસા સેમ્પલની હજુ તપાસ નથી થઈ'
ક્રૂ મેમ્બર વીડિયોમાં કહી રહ્યો છે, 'અમે ખુબ ડરેલા છીએ. જલદીથી જલદી અમારી મદદ કરવામાં આવે. આ સમયે ક્રૂઝ પર 3200 લોકો છે, જેમાં માત્ર 500 લોકોના સેમ્પલની તપાસ થઈ છે. અમારામાંથી કોઈ સેમ્પલની તપાસ કરવામાં આવી નથી.'

વીડિયોમાં જોઈ શકાય છે કે બિનયની આસપાસ કેટલાક લોકો ઉભેલા છે, જેણે માસ્ક પહેરેલા છે. તે કહી રહ્યાં છે કે તેને ક્રૂઝ પર રહેલા લોકોથી અલગ કરી દેવામાં આવે અને તેને પોત-પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવે. 

— Binay Kumar Sarkar (@BinayKumarSark5) February 10, 2020

બિનય કહી રહ્યો છે, 'ક્રૂઝ પર 162 ક્રૂ મેમ્બર છે. કેટલાક ભારતીય યાત્રી પણ છે. હાલ 90 ટકા લોકો ચેપથી બચેલા છે. હું ખાસ કરીને મોદીજીને કહેવા ઈચ્છું છું કે પ્લીઝ જટલું જલદી બની શકે અમને અહીંથી કાઢવાનો પ્રયત્ન કરે.' તે કહે છે કે જો જાપાન સરકાર તરફથી તેની મદદ ન થઈ શકે તો ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર તેની મદદ માટે આગળ આવે. જો ચેપ ફેલાય ગયો તો બાદમાં મદદથો કોઈ ફાયદો રહેશે નહીં. 

તમને જણાવી દઈએ કે યોકોહામાથી ચાલેલા આ જહાજમાંથી 25 જાન્યુઆરીએ હોંગકોંગમાં એક યાત્રી ઉતર્યો હતો, જેની તપાસમાં જાણવા મળ્યું કે, તેને કોરોનાનો ચેપ છે. સ્થાનીક મીડિયા પ્રમાણે ક્રૂઝ પર રહેલા 130 લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે, જેમાં 66 નવા મામલા છે. 

વિદેશ મંત્રીએ કહ્યું, ભારતીયોને લાવવાનો પ્રયત્ન જારી
આ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, ક્રૂઝમાં રહેલા ભારતીયોને કાઢવા માટે ભારતીય દૂતાવાસ સતત પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ક્રૂઝ પર કોઈપણ ભારતીયને કોરોનાનો ચેપ લાગ્યો નથી. રવિવારે ક્રૂઝ મેનેજમેન્ટ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાથી ચેપી યાત્રીકોમાં 21 જાપાની, 5 ઓસ્ટ્રેલિયન અને 5 કેનેડાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news