Donald Trumpના પરિવાર પર કોરોનાનો કહેર, હવે આ પણ થયા સંક્રમિત

ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર Donald Trump Jr (42) કોરોના સંક્રમિત (Corona infected) થઇ ગયા છે. તેમનો આ અઠવાડિયે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.  

Donald Trumpના પરિવાર પર કોરોનાનો કહેર, હવે આ પણ થયા સંક્રમિત

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર Donald Trump Jr (42) કોરોના સંક્રમિત (Corona infected) થઇ ગયા છે. તેમનો આ અઠવાડિયે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.  

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરમાં કોરોનાના લક્ષણ નહી
મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરમાં કોરોનાના કોઇ લક્ષણ નથી. તેમછતાં કોરોના પોઝિટિવ થયા બાદ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં કોરોન્ટાઇન થઇ ગયા છે. તેમના પ્રવક્તાએ આ જાણકારી આપી. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ફેમિલીમાં મોટાભાગના થયા સંક્રમિત
તમને જણાવી દઇએ કે ટ્રમ્પ જૂનિયર પહેલાં તેમના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની સાવકી માતા મેલાનિયા ટ્રમ્પ અને તેમના નાના ભાઇ બૈરોન પણ સંક્રમિત થયા છે. તે પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ Rudy Giuliani ના પુત્ર Andrew Giuliani માં પણ શુક્રવારે કોરોના સંક્રમણની પુષ્ટિ થઇ હતી. ત્યારબાદથી દેશની પહેલી ફેમિલીના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

થેંક્સ ગિવિંગ ડે પર લોકોને બહાર ન નિકળવાની સલાહ
અમેરિકામાં કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ રહેલી ટ્રમ્પ સરકારની સતત ટીકા થતી હતી. અધિકારીઓએ લોકોને સલાહ આપી છે કે આગામી અઠવાડિયે આવનાર થેંક્સ ગિવિંગ હોલિડેના દિવસે ઘરે જ રહે. અધિકારીઓના અનુસાર રસ્તા પર ભીડભાડ થતાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news