પાકિસ્તાનમાં ગેર મુસ્લિમો સાથે ભારે અપમાનજનક વર્તન, આ જાહેરાત છે પુરાવો
આ જાહેરખબર ડોન નામના સમાચારપત્રમાં પબ્લિશ કરવામાં આવ્યા છે
Trending Photos
ઇસ્લામાબાદ/નવી દિલ્હી : પાકિસ્તાનમાં બિન મુસ્લિમો સાથે ભેદભાવ આચરવાની ઘટનાઓ છાશવારે સામે આવતી કહી છે. હાલમાં ફરી આવી ઘટના બની છે જેનો પુરાવો છે જાહેરાત. હાલમાં આ જાહેરાત વાઇરલ બની છે જેમાં પાકિસ્તાનમાં રેન્જર્સની ખાલી જગ્યા માટે વેકન્સીની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાતમાં કેટલાક પદ એવા છે જેના માટે સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આના માટે બિન મુસ્લિમ જ અરજી કરી શકે છે. આ પદમાં ટેલર, હજાર, લુહાર, પેઇન્ટર, વોટર કરિયર, ચંપલ બનાવનાર તેમજ સફાઇકર્મીનો સમાવેશ થાય છે.
હેડક્વાર્ટર પાકિસ્તાન રેન્જર્સ (સિંધ) તરફથી આપવામાં આવેલી જાહેરાત પાકિસ્તાનના સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવી હતી. પાકિસ્તાનના ટોચના અખબાર ડોનના 26 ઓગસ્ટના અંકમાં આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાત ત્યાંના સામાજિક કાર્યકર કપિલ દેવે ટ્વિટર પર નાખી હતી અને પછી એ વાઇરલ થઈ ગઈ હતી.
So, the criteria for job of a sweeper/sanitary workers in Pakistan is just you should be "NON-MUSLIM ONLY"!!
Your job is to make filth only, and our is to clean only! pic.twitter.com/NxuAILWu87
— Kapil Dev (@KDSindhi) August 30, 2018
ગેર મુસ્લિમ લોકો સિવાય મુસ્લિમોએ પણ આ વાતનો વિરોધ કર્યો છે. ટ્વિટર યુઝર્સે કપિલ દેવનું ટ્વીટ રિટ્વીટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
This is wrong on so many levels. We cannot have this coming from our Para-military forces @AsimBajwaISPR. We are one nation. One people. Equal. No matter the race, religion or creed. Pakistan Zindabad. https://t.co/Rrflr3qQgA
— Hamza Sarwani (@hamzasarwani) September 1, 2018
હમજા સરવાનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે આ જાહેરાત અનેક રીતે અલગ છે. આપણે એક દેશ, એક નાગરિક અને એક સમાન છીએ અને જાતિ તેમજ ધર્મથી કોઈ ફરક નથી પડતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે