Pakistan Politics: ઈમરાન ખાન અને પાકિસ્તાની આર્મીનો ગૂંચવાયેલો સંબંધ, મિત્રતા દુશ્મનાવટમાં કેવી રીતે બદલાઈ?

Imran Khan and Pakistan Army Complicated Relationship: ઈમરાન ખાનની મંગળવારે ધરપકડ થયા બાદ સમગ્ર પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે. તેમની ધરપકડના સમાચાર ફેલાતા જ પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. અનેક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ હિંસક બની ગયા. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ઠેરવી અને તેમને છોડી મૂકવાનો આદેશ આપ્યો. 

Pakistan Politics: ઈમરાન ખાન અને પાકિસ્તાની આર્મીનો ગૂંચવાયેલો સંબંધ, મિત્રતા દુશ્મનાવટમાં કેવી રીતે બદલાઈ?

Imran Khan and Pakistan Army Complicated Relationship: ઈમરાન ખાનની મંગળવારે ધરપકડ થયા બાદ સમગ્ર પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે. તેમની ધરપકડના સમાચાર ફેલાતા જ પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. અનેક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ હિંસક બની ગયા. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ઠેરવી અને તેમને છોડી મૂકવાનો આદેશ આપ્યો. 

એક સમયે સેનાની આંખનો તારો ગણાતા ઈમરાન ખાનની મંગળવારે અર્ધસૈનિક દળોએ તે સમયે ધરપકડ કરી લીધી જ્યારે તેઓ ભ્રષ્ટાચારના એક કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર હતા. પાકિસ્તાન રેન્જર્સ ખાનની ધરપકડ કર્યા બાદ તેમને એક વેનમાં ત્યાંથી લઈ ગયા. ટીવી ફૂટેજમાં રેન્જર્સ ખાનને કોલરથી પકડીને લઈ જતા અને તેમને એક જેલ વાહનમાં બેસાડતા જોવા મળ્યા હતા. રેન્જર્સ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે અને સામાન્ય રીતે સેનાથી પ્રતિનિયુક્તિ પર આવેલા અધિકારીઓ દ્વારા નિર્દેશિત હોય છે.  હવે સવાલ એ છે કે સેના સાથે ઈમરાન ખાનના સંબંધ આટલા બધા વણસી કેવી રીતે ગયા કે તેમની ધરપકડ સુધી વાત પહોંચી ગઈ. 

ધરપકડના તત્કાલિક કારણ
ઈમરાન ખાને 7મી મેના રોજ એક રેલીમાં પાકિસ્તાન સેનામાં કાર્યરત આઈએસઆઈ અધિકારી મેજર  જનરલ ફેસલ નસીર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે નસીરે તેમને બેવાર મારી નાખવાની કોશિશ કરી. તેમણે ટીવી એંકર અરશદ શરીફની હત્યામાં નસીરનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. ઈમરાન ખાનના આ આરોપોની પાકિસ્તાન સેનાએ આકરી ટીકા કરી હતી. 

ઈમરાન ખાન દવારા લગાવવામાં આવેલા આરોપોને લિમિટ ક્રોસ કરવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે શહબાઝ શરીફની સરકાર આટલો મોટો નિર્ણય સેનાની સહમતિ વગર લઈ શકે નહીં. ખાન દવારા મેજર જનરલ ફૈસલ નસીર પર લગાવવામાં આવેલા આરોપોને તેમની ધરપકડની એક તાત્કાલિક કારણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ સેના અને ખાનનો સંબંધ ખુબ જૂનો રહ્યો છે. 

સેનાની મદદથી સત્તા મેળવી
પાકિસ્તાનમાં સેના સૌથી મોટી તાકાત છે એ વાત છૂપાયેલી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સેનાના કારણે જ ખાનનું સત્તાનું સપનું સાચું થઈ શક્યું. હકીકતમાં સેના હવે જૂના રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવા ચહેરાની શોધમાં હતી અને ઈમરાન ખાનમાં એ શોધ પૂરી થઈ. પ્રધાનમંત્રી તરીકે ઈમરાન ખાને અનેકવાર જાહેર મંચો પરથી એ વાત  દોહરાવી કે તેમની સરકાર અને સેના વચ્ચે સંબંધ સારા છે. 

આ રીતે ઊભા  થયા મતભેદ
ઈમરાન ખાન સરકાર જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી ખાસ કરીને કોવિડને પહોંચી વળવાના મામલે. જનતામાં વધતા અસંતોષને લઈને પાકિસ્તાન સેના ઈમરાન ખાન અંગે ફરીથી વિચારવા લાગી. આ બધા વચ્ચે તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને લેફ્ટેનન્ટ જનરલ ફૈઝ હમીદ વચ્ચે મતભેદ ઊભરવા લાગ્યા. હમીદને આગામી આર્મી ચીફ તરીકે જોવામાં આવી રહ્યા હતા. 

ઈમરાન ખાન હમીદને આઈએસઆઈના મહાનિદેશક બનાવવાં માંગતા હતા. પરંતુ તેઓ એમ કરી શક્યા નહીં અને લેફ્ટેનન્ટ જનરલ નદીમ અંજૂમને આ પદ મળ્યું. 

યુક્રેન યુદ્ધ દરમિયાન પણ સેના અને સરકારમાં મતભેદ જોવા મળ્યા. ઈમરાન ખાન જ્યાં રશિયાના હુમલાની ટીકા કરવાથી બચતા જોવા મળ્યા ત્યાં જનરલ બાજવાએ હુમલા માટે રશિયાની ટીકા કરી. ઈમરાન ખાનને ડર લાગી રહ્યો હતો કે હવે તેમને સત્તામાંથી હટાવવામાં આવી શકે છે અને એપ્રિલ 2022 માં તેમનો આ ડર સાચો પણ પડ્યો. જ્યારે અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા તેમની સરકાર પાડવામાં આવી. જો કે ઈમરાન ખાને પોતાની સરકાર બચાવવા માટે ખુબ કોશિશ કરી હતી. 

સરકાર ગયા બાદ ઈમરાન ખાને સેના અંગે ખુબ જ આક્રમક વલણ અપનાવી લીધુ. તેમના નિશાના પર ખાસ કરીને કમર જાવેદ બાજવા રહ્યા. ઈમરાન ખાને જૂન 2022માં કહ્યું કે તમની સરકાર એક નબળી સરકાર હતી. આથી તેમને દરેક જગ્યાએ બ્લેકમેઈલ કરવામાં આવી. એ જ રીતે જાન્યુઆરી 2023માં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બોલતા ઈમરાન ખાને કહ્યું હતું કે સરકરા બદલવાનો આ નિર્ણય એક વ્યક્તિનો હતો અને તેણે તેનું ષડયંત્ર રચ્યું. એવું માનવામાં આવે છે કે તેમનો ઈશારો જનરલ બાજવા પ્રત્યે હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news