કોરોના પોઝિટિવ આવતા ચીને ઉડાવી ટ્રમ્પ અને મેલાનિયાની મજાક, જાણો શું કહ્યું...

આમ તો કોવિડ-19 (Covid-19)થી દુનિયાની જાણીતિ હસ્તિઓ સંક્રમિત થઈ છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના કોરોના પોઝિટિવ આવતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ટ્રમ્પ જ નહીં તેમની પત્ની મેલાનિયા ટ્રંમ્પ (Melania Trump) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે

કોરોના પોઝિટિવ આવતા ચીને ઉડાવી ટ્રમ્પ અને મેલાનિયાની મજાક, જાણો શું કહ્યું...

બેઇજિંગ: આમ તો કોવિડ-19 (Covid-19)થી દુનિયાની જાણીતિ હસ્તિઓ સંક્રમિત થઈ છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના કોરોના પોઝિટિવ આવતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ટ્રમ્પ જ નહીં તેમની પત્ની મેલાનિયા ટ્રંમ્પ (Melania Trump) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ વાતની જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના વડાના કોરોના વાયરસ પોઝિટિવ થવાથી તમામ આશ્ચર્યચકિત છે એવામાં ચીનની મીડિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિનો મજાક ઉડાવ્યો છે.

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્યપત્ર ગ્લોબલ ટાઈમ્સ (Global Times)ના સંપાદકે કહ્યું છે કે, ટ્રમ્પ અને તેમની પત્નીને કોવિડ-19ને ઓછો આંકવાની કિંમત ચૂકવી છે. તેના પર ટ્વિટર પર લોકોએ ચીનની સામે બોલવાનું શરૂ કર્યું છે. યૂઝર્સનું કહેવું છે કે, મહામારીને જન્મ દેનાર ચીનને આ વાત કરવી શોભા નથી દેતી.

— Hu Xijin 胡锡进 (@HuXijin_GT) October 2, 2020

ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હૂ શિજિન (Hu Xijin)એ ટ્રમ્પને કોરોના પોઝિટિવ આવતા મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ કોવિડ-19ને ઓછો આંકવાની કિંમત ચૂકવી છે. આ સમાચારથી અમેરિકામાં મહામારી જોખમી સ્તર બતાવી રહી છે. તેનાથી અમેરિકા અને ટ્રમ્પની નકારાત્મક છબી પ્રસ્તુત થશે અને તેમની પુન:ચૂંટણીને અસર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news